રાજકોટ જીલ્લા પોલીસ વડા હિમકરસિંઘની પત્રકારો સાથે મુલાકાત: કોઈ ચમરબંધીને છોડવામાં નહી આવે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તાજેતરમાં રાજકોટ જીલ્લા પોલીસ વડા તરીકેનો ચાર્જ સંભાળનાર હિમકરસિંઘ એ આજે શહેર અને જિલ્લામાં તમામ પત્રકારોની શુભેચ્છા મુલાકાતનું આયોજન રાજકોટ પોલીસ અધિક્ષક ગ્રામ્યની કચેરીમાં કર્યુ હતું જેમાં હિમકરસિંઘએ જણાવ્યું હતું કે દારૂ ગાંજા સહિતનાં નશાને ડામવાની અમારી પ્રાથમિકતા છે ગુનાખોરીની વિગત આપો આરોપીને પકડવા માટે કોઈ જાતની કચાશ રાખવામાં નહી આવે આ ઉપરાંત હિમકરર્સિંધએ કોમવાદ, સ્ત્રી અત્યાચારની ફરિયાદોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે હિમકરસિંઘ કડક અધિકારીની છાપ ધરાવે છે.
Tags:
News