વિંછીયા તાલુકાના જનડા ગામના યુવાન હાર્દિકભાઈ દિલીપભાઈએ ભારતીય સૈન્યની તાલીમ પૂર્ણ કરી, માદરે વતન પરત ફરતા વિંછીયા થી જનડા સુધી ભવ્ય બાઇક રેલીના સરઘસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગામજનો દ્વારા ઉમટેલી માનવ મહેરામણ અને આનંદ જોવા મળ્યો.
હાર્દિકભાઈની વતન પરત ફરવાની આસરે ગામમાં સજાવટ કરવામાં આવી હતી. લોકો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ભારત માતા કી જય, વંદે માતરમ્ જેવા નારા સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
સ્વાગત અને સન્માન સમારોહના ભાગરૂપે, પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ યુવાન હાર્દિકભાઈ પ્રજાપતિને હાર પહેરાવી, શાલ ઓઢાડી, ભારત માતાની છબી આપી, સેલ્યુટ આપીને સન્માનિત કર્યો. આ કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવવામાં પાંચાળવાસીઓ, જનડા ગામજનો અને મહેમાનોનો મહત્વપૂર્ણ યોગદાન રહ્યો.
આ સમારોહને યાદગાર અને ઉજળો બનાવનારા દરેક લોકોનો આભાર માનવામાં આવ્યો.