જસદણ તાલુકાના તાબેના કાળાસર ગામમાં વાડી વિસ્તારમાં થયેલી મારામારીમાં દીપક પરમાર અને રાણાભાઈ પર જીવલેણ હુમલો થયો છે. આ હુમલો મનસુખ ગાબુ નામના વ્યક્તિએ કર્યો હોવાની માહિતી મળી છે, જે હુમલા બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે.
પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપવા માટે તજવીજ હાથ ધરી છે. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર પ્રકરણથી ગામમાં તણાવનું વાતાવરણ છવાયું છે.