WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગાંધી સોસાયટીમાં વ્‍હોરા વેપારીના ઘરમાં ૭.૨૨ લાખની ચોરી

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 રાજકોટ શહેરમાં તસ્‍કરોએ ઉપાડો લીધો છે. વધુ એક વખત બંધ મકાનમાં ત્રાટકી રોકડ, દાગીના ચોરી જતાં તપાસ શરૂ થઇ છે. 
જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક આવેલી ગાંધી સોસાયટીમાં રહેતાં દાઉદી વ્‍હોરા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરવામાં આવી છે. આ પરિવાર વિદેશ ફરવા ગયો હતો. આજે વહેલી સવારે તેઓ પરત ઘરે આવ્‍યા ત્‍યારે ચોરી થયાની જાણ થઇ હતી. 

એક શકમંદ સીસીટીવીમાં દેખાયો હોઇ તેના આધારે તપાસ શરૂ થઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ગાંધી સોસાયટી શેરી નં. ૬માં રહેતાં અને લાતી પ્‍લોટ-૭માં રાજ ટીમ્‍બર નામે લાકડાની લાતી ચલાવતાં વેપારી ખોજેમભાઇ ફીદાહુશેન ભારમલે તેમના ઘરમાં ચોરી થયાની જાણ વહેલી સવારે કરતાં ગાંધીગ્રામ પોલીસની ટીમે પહોંચી તપાસ શરૂ કરી હતી. 

ખોજેમભાઇએ જણાવ્‍યું હતું કે પોતે અને પરિવારના સભ્‍યો દિકરી વિદેશથી આવી હોઇ તેની સાથે પખવાડીયાથી વિદેશ ગયા હતાં. ફરીને આજે સવારે પરત ઘરે આવ્‍યા ત્‍યારે ઘરમાં ચોરી થયાની જાણ થઇ હતી.

તસ્‍કરો મકાનના પાછળના ભાગનો દરવાજો તોડી અંદર ઘુસી ગયા હતાં અને લોખંડના કબાટની તિજોરી તોડી તેમજ લાકડાના કબાટ ખોલી અંદરથી રોકડ દાગીના ચોરી ગયા હતાં. તેમજ બધા કબાટ વેરવિખેર કરી નાખ્‍યા હતાં. ખોજેમભાઇના કહેવા મુજબ  તસ્‍કરો રોકડા રૂા. ૩૦ હજાર, ૨૧ તોલા સોનાના દાગીના મળી કુલ રૂા. ૭,૨૨,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે.

બનાવની જાણ થતાં એલસીબી ઝોન-૨ ટીમ પણ પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતાં એક શકમંદ નજરે ચડયો હોઇ તે આ ચોરીમાં સામેલ હોવાની શક્‍યતા છે. 

જ્‍યાં ચોરી થઇ તે મકાન બહારથી હાથમાં પહેરવાના મોજા પણ મળી આવ્‍યા હતાં. આ મોજા તસ્‍કર પહેરીને આવ્‍યો હતો અને ચોરી કર્યા બાદ ફેંકી ગયો હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો