હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વીંછિયામાં આગામી તા.૧૩ ડિસેમ્બર ૨૦૨૪ ને શુક્રવારના રોજ સદ્દગત વીણાબેન અનિલકુમાર બરછાની સ્મુતિમાં વિંછીયાની દેરાવાસી જૈન સમાજની વાડી રાજગઢ ચોક મુકામે સાંજે ૪ વાગ્યાથી રાત્રિના ૧૦ વાગ્યાં સુધી એક રકતદાન કેમ્પ યોજાશે જેમાં વિંછીયા પંથકના હજજારો સ્વેછીક રકતદાતાઓ ઉમટી પડી રક્ત જરૂિયાતમંદોને મદદ કરવા રકતદાન કરશે આ રકતદાન કેમ્પ ધારેશ્વર મહાદેવ મંદિર સમઢિયાળાના મહંત અને જાણીતા ધર્મ સાંસદ પરમ પૂજ્ય શ્રી કનૈયાગિરિબાપુ દીપ પ્રાગટ્ય કરી રકતદાન કેમ્પ ખુલ્લો મુકશે.
અતિથિ વિશેષ તરીકે વિંછીયા કોર્ટના ન્યાયાધીશ શ્રી કે એન જોષી સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે આ કેમ્પ દરમિયાન આંખોની તપાસ વિનામુલ્યે કરી આપવામાં આવશે જેમાં જરૂિયાતમંદોને મફત ચશ્મા પણ આપવામાં આવશે આ માટે તપાસકર્તાઓએ પોતાનું નામ સુભાંગભાઈ.મો.9979964828 પરેશભાઈ મો.9824624718 ઉપર ફરજીયાત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ કેમ્પ અંગે લોકસંપર્ક સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.