WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

10,000થી ઓછી કિંમતમાં બેસ્ટ 5G ફોન્સ, ફીચર્સ જોરદાર, કિંમત સાવ ઓછી

જો તમારું બજેટ ઓછું છે, પરંતુ તમે 5G સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો તો પણ તમારી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. આ લિસ્ટમાં Redmi 13Cથી લઈને iTel Color Pro 5G જેવા જબરજસ્ત ફોન્સ સામેલ છે, જે દમદાર સ્પેસિફિકેશન્સ અને લેટેસ્ટ ફીચર્સથી સજ્જ છે, સાથે જ તેની કિંમત પણ સાવ ઓછી છે.

10,000થી ઓછી કિંમતમાં બેસ્ટ 5G ફોન્સ, ફીચર્સ જોરદાર, કિંમત સાવ ઓછી
10,000થી ઓછી કિંમતમાં બેસ્ટ 5G ફોન્સ, ફીચર્સ જોરદાર, કિંમત સાવ ઓછી

Itel Color Pro 5G સ્માર્ટફોન તમે એમેઝોન પરથી માત્ર 9,490 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન ઘણા સારા ફીચર્સ ધરાવે છે. Itel Color Pro 5G માં તમને 90 Hz રિફ્રેશ રેટની સાથે સાથે 6.6 ઈંચની HD+ વૉટર ડ્રોપ ડિસ્પ્લે મળે છે. સારા પર્ફોમન્સ માટે Itel Color Pro 5G ફોનમાં મીડિયાટેક ડાયમેન્શન 6080 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 6 જીબી રેમ અને 128 જીબી ઈન્ટરનલ સ્ટોરેજથી સજ્જ છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 50 મેગાપિક્સલનો AI ડ્યુઅલર રિયર કેમેરા મળે છે. જેને પાવર આપવા માટે 5000 mAhની દમદાર બેટરી પણ છે.

Redmi 13C 5G Redmi 13C 5G એમેઝોન પરથી તમે માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્માર્ટફોનમાં 90 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી 6.74 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં MediaTek Dimensity 61000+ 5G ચિપસેટ મળે છે. સ્ટોરેજની વાત કરીએ તો તેમાં 4 જીબી રેમ અને 12 જીબી સ્ટોરેજ ઓપ્શન અવેલેબલ છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો એઆઈ પ્રાઈમરી કેમેરા પણ મળે છે. આ ફોનને પાવર આપવા માટે 5000 mAhની દમદાર બેટરી અપાઈ છે.

OPPO A3X

ઓપ્પોનો આ ફોન તમે માત્ર 8,999 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે મળે છે. સાથે જ આ ફોન ઓક્ટાકોર પ્રોસેસરથી સજ્જ છે, જેમાં 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ મળે છે. સાથે જ આ ફોનમાં 8 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા, 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા પણ મળે છે.

Tecno POP 9 5G

Tecno POP 9 5G સ્માર્ટફોનની કિંમત 9,499 રૂપિયા છે. આ ફોનમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી 6.6 ઈંચની LCD પેનલ મળે છે. પર્ફોમન્સ માટે તેમાં D6300 5G પ્રોસેસર મળે છે. આ ફોનમાં 48 મેગાપિક્સલનો સોની એઆઈ કેમેરા મળે છે. જેમાં 5000 mAhની બેટરી પણ મળે છે.


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો