WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

સેવાની સરવાણી : 154મી સુદામા ની ઝોળી થી 185 પરિવારો માં ખુશીની વહેંચણી

આજે ડિસેમ્બર મહિના નો પહેલો રવિવાર એટલે રોટરી ક્લબ ગોંડલ ની સુદામા ની ઝોળી નો દિવસ....

સમાજ સાથે એક જવાબદાર મૈત્રીભાવ ની ભાવના નિભાવતી આ સંસ્થા મહિના ના પ્રથમ રવિવારે પોતાની સેવા ના નવા આયામ સાથે હર હંમેશ ઉપસ્થિત જ હોઈ.

સેવાની સરવાણી : 154મી સુદામા ની ઝોળી થી 185 પરિવારો માં ખુશીની વહેંચણી
સેવાની સરવાણી : 154મી સુદામા ની ઝોળી થી 185 પરિવારો માં ખુશીની વહેંચણી

આજ ની આ ઝોળી ગોંડલ ના સેવાભાવી એવા અજયભાઇ સેલડીયા ના પરીવાર તરફથી સેવા ની સરવાણી સ્વરૂપે સમર્પિત છે

માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ  સેવા ની સરવાણી સ્વરૂપે 185 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાય છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા,બેસન, ડુંગળી તથા શીંગતેલ સહિત ની ખાદ્ય સામગ્રી સમાવિષ્ટ હોઈ છે.

દર મહિને બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે, છેલ્લા ઘણા સમય થી ઝોળી માં દરેક પરિવાર ને 500 ગ્રામ ચણા ના લોટ  તથા 1 લીટર શીંગતેલના વધારાની સામગ્રી સ્વરૂપે અપાય છે જે દાતાશ્રી એ પોતાનું નામ અજ્ઞાત રાખવા ની વિનંતી કરેલ છે જેથી આપણે અહીં એમના નામ નો ઉલ્લેખ કર્યા વગર જ એમનો આભાર વ્યક્ત કરીયે છીએ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો