WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ માર્કેટિંગ યાર્ડ પાસેથી રૂ. 4.30 લાખનો દારૂ-બીયરનો જથ્થો ઝડપાયો

જસદણ કડકડતી ઠંડીમાં પંથકમાં દારૂની રેલમછેલ થાય તે પહેલાં જ જસદણ માર્કેટિંગ યાર્ડ પાસેથી રૂ.4.30 લાખના દારૂ-બિયરના જથ્થા સાથે ગોંડલના ઈમ્તિયાઝ મકરાણીને રૂરલ એલસીબીની ટીમે દબોચી લઈ કુલ રૂ.9.35 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
જ્યારે દારૂ-બિયર બોટાદથી મંગાવનાર ગોંડલના ઇમરાન મેમણની શોધખોળ હાથ ધરી છે. એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ એચ.સી.ગોહિલ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, વાઘાભાઇ આલ, અનિલભાઇ ગુજરાતી અને કોન્સ્ટેબલ મહિપાલ ચુડાસમા જસદણ માર્કેટીંગ યાડે પાસે પહોંચતા અશોક લેલન્ડ ગાડી નં. જીજે-03-બીઝેડ-0635 ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરીવહન કરી વિંછીંયા -જસદણ, આટકોટ થઈ ગોંડલ તરફ જનાર છે તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફ જસદણ બાયપાસ રોડ નવા માર્કેટીંગ યાર્ડની પાસે વોચમાં હતા તે દરમ્યાન ત્યાંથી પસાર થયેલી ગાડીને અટકાવી હતી.

અને ચાલકને નામ પુછતાં તેેણે પોતાનું નામ ઈમ્તયાજ કાદર મકરાણી (ઉ.વ.32), (રહે.ગોંડલ, વોરા કોટડા રોડ ચિસ્તીયા મસ્જીદની સામે હુડકો) જણાવ્યું હતું.

પોલીસ સ્ટાફે ગાડીમાં પાછળના ભાગમાં તલાશી લેતાં પાછળથી તાડપત્રી નીચેથી દારૂ તથા બીયરના ટીનની પેટીઓ મળી આવી હતી.

બાદમાં ગાડી ચાલક સહિત દારૂનો જથ્થો પોલીસ મથકે લાવી ગણતરી કરતાં વિદેશી દારૂની 636 બોટલ રૂ. 18 લાખ અને બિયરના 1128 ટીન રૂ. 12 લાખ મળી ટ્રક અને મોબાઈલ સહિત રૂ. 35 લાખનો મુદામાલ કબજે કર્યો હતો. 

દારૂના જથ્થા સાથે પકડાયેલા શખ્સની પૂછતાછ કરતાં તેણે જણાવ્યું હતું કે, આ વિદેશી દારૂ ભરેલ ગાડી ગોંડલના મોટી બજારમાં રહેતાં ઇમરાન ઉર્ફે ઈંડો સેખાએ તેમને વિંછીયાથી સોંપી હતી અને ત્યાંથી ગોંડલ પહોંચાડી દારૂ-બિયર ભરેલ ગાડી ઇમરાનને સોંપવાની હતી. 

આ જથ્થો બોટાદના બુટલેગર પાસેથી લઈ આવ્યાની કબુલાત આપી હતી. પોલીસે દારૂ મંગાવનાર ગોંડલના ઇમરાનની શોધખોળ હાથ ધરી છે. 

નોંધનીય છે કે આ જથ્થો આપનાર પણ ગોંડલનો હતો અને મોકલવાનો પણ ગોંંડલના જ શખ્સને હતો.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો