વીંછિયાના યુવાનની હત્યાના ઘેરા પડઘા, ગામ બંધ
સાતેય હત્યારાની ધરપકડની માગણી સાથે મૃતકના પરિવારજનો અને કોળી આગેવાનોના ધરણાં, મૌન રેલી કાઢી મામલતદારને આવેદન
વીછિયાના થોરીયાળીના ઘનશ્યામભાઈ શિવાભાઈ રાજપરા વીંછિયા બોટાદ રોડ પર આઈસર રીપેર કરાવી રહ્યા હતા. ત્યારે અચાનક કેટલાક શખ્સોએ ત્યાં ધસી આવીને કુહાડી અને લાકડીના ઘા ઝીંકી હુમલો કર્યો હતો. તેમને વીંછિયા બાદ રાજકોટ સારવારમાં ખસેડાયા હતા જ્યાં તેમનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.