WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં રાજકીય ગતિવિધિ તેજ: મોટાં ભાગનાં મુરતિયા ભાજપમાં લડવા ઉત્સુક

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગતિવિધિ તેજ બની છે ત્યારે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે જસદણ નગરપાલિકાની ચૂંટણી સાત વર્ષ પછી આવી.
બે વર્ષથી વધું સમય વહીવટદારનું રહ્યું હતું એમાંય જસદણ નગરપાલિકામાં ૧૯૯૫થી અપવાદ બાદ કરતાં ભગવો લહેરાયો હોવાથી સ્વભાવિક છે કે અમારી પાર્ટીના આગેવાનો થી માંડી સામાન્ય કાર્યકરો સુધીના લોકોને હરખ હોય વિજયભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે જસદણ શહેરના એક એક વિસ્તારમાં વિકાસના કાર્યોથી નાગરીકોની સુખાકારીમાં ઉત્તરોતર વધારો થયો છે જસદણના અમારા આગેવાનો કુંવરજીભાઈ બાવળિયા ડો. ભરતભાઈ બોઘરા સહિતનાં આગેવાનોની રાત દીવસની મહેનતના કારણે જસદણ શહેરનો વિકાસ આભને આંબી ગયો છે 
ત્યારે ૨૫ વર્ષથી વધું સમયથી દરેક સમાજના નાગરીકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો એ જ અમારી મૂડી છે અમે શહેરીજનોના વિશ્વાસને ઉની આંચ પણ આવવા નહી દઈએ. અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં કુલ મળીને ૩૭ હજાર મતદારો નોંધાયેલા છે આગામી ચુંટણી સંદર્ભે જસદણ શહેરમાં તંત્રએ ૭ વૉર્ડમાં ૨૮ ઉમેદવારો નક્કી કરેલ જેમાં મતદાન માટે ચુંટણી તંત્ર ૪૪ બુથ તૈયાર કરશે હાલ નગરપાલિકાની ચુંટણી જાહેર થતાં જ રાજ્કીય ગતિવિધિ તેજ બની છે આવનારા દિવસોમાં હજું વધું તેજ બનશે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો