WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ઉત્તરાયણ તો બસ સુરતની અને સુરતીઓની જ.

સુરતીઓ આમ પણ પોતાના આગવા અનોખા અલગ અંદાજ માટે વિશ્વભરમાં જાણીતા અને માનીતા છે સુરતીઓ પોંક પતંગ અને પાપડીના ખાસ શોખીન છે.
સુરતીઓ ઉંધીયું પોંક ઘારી લોચો સહિત વિવિધ વાનગીઓ આરોગવામાં એક નંબર છે.
ચંદી પડવો સુરતનો જ ઉત્તરાયણ સુરતની ખાણીપીણી રંગીલાપનું મોજીલા સુરતીઓ.
સુરતીઓ ઉતરાયણ માટે એક મહિના આગળથી તૈયારી શરૂ કરી દે છે. સુરતીઓ સહિત આખા ગુજરાતમાં પતંગોની માંગ એટલી રહે છે કે તમને જાણીને નવાઇ લાગશે કે પતંગો બનાવવાની કામગીરી બારેમાસ ચાલતી રહે છે. ચોમાસામાં આ કામગીરી બંધ હોય છે.
આપના ગુજરાતની પતંગના બિઝનેસમા મોનોપોલી છે. ગુજરાત આખા દેશ સહિત વિદેશોને પતંગો પુરા પાડે છે. આપણે ત્યાં ખંભાત નડિયાદ અમદાવાદ સુરત રાંદેર પતંગો બનાવવામાં માસ્ટર છે.
રાંદેરમાં તો અમુક પરિવારોની પેઢી દર પેઢીથી મશહુર છે. આખાને આખા પરિવારો સતત પતંગો બનાવ્યા જ કરે છે.

પતંગો બનાવવા માટે ખાસ ઉત્તર ભારતમાંથી ખાસ બે લાખ કારીગરો સુરત અમદાવાદ આવે છે . તમે જાણો છો કે આ પતંગઉદ્યોગ આશરે ૧૦૦૦ કરોડ ઉપર થવા જાય છે. પતંગો ફિરકીઓ ટોપીઓ ગોગ્લસ કપડાં ભોપુ ડી. જે. ટેપ. બીજી એસિઝરીજો ખાણીપીણીઓ દારૂ ફટાકડા અનેકને રોજીરોટી પુરા પાડે છે. નાચગાન ધમાલ મસ્તી મોજ મજાક ચાલ્યા જ કરે છે.

એ પણ સતત બે દિવસ આખા ને આખા પરિવારો અરે આખી ને આખી શેરીઓ આખા આખા મોહલ્લા અગાશી ધાબાઓ પર દેખાય છે. સુરતીઓ જેવા બિનસાંપ્રદાયિક બીજા કોઈ નહિ હોય ચંદી પડવો ઉતરાયણ નવરાત્રી દશેરા રમજાન હોળી રમજાન ઇદ નવું વરસ બધા ૮૦ લાખ સુરતીઓ ખભે ખભે મળાવીને જોરશોરથી ઉજવણી ઠાઠથી કરે .
બાકી તમે વિચારો દિવાળી જેટલા કદાચ એનાથી પણ વધારે ફટાકડા દારૂખાનું ઉતરાયણમાં ક્યાંય આટલું ફુટે છે ખરું? દિવાળીમાં નીચે રોડ રસ્તાઓ ઉપર અને ઉતરાયણમાં ઉપર અગાશી ધાબા ટેરેસ પર ફટાકડા આટલી મોટી સંખ્યામાં સુરત સીવાય બીજે ક્યાંય જોવા મળશે જ નહિ.

સુરતીઓ હોય એટલે કોઈ પણ પ્રસંગ વાર તહેવાર હોય એટલે ખાણીપીણી વગર તો સુરતીઓને ચાલે જ નહીં ખાસ ઉંધીયું અને ગાજરનો હલવો તો ભોજનમાં હોય અને હોય જ. સાથે બાટલી પણ ખરી? સાથોસાથ બે દિવસ સુરતીઓ છૂટથી સુરતીઓ બોલ્યે જ રાખે. સુરતમાં જે ઉત્તરાયણ મનાવવા આવ્યા હોય ઍ કાયપો લપેટ આખું વરસ યાદ કર્યા કરે .

સુરતીઓની પતંગો ખાસ કરીને મુસ્લિમ બિરાદરો ખુબ હોંશ ચીવટ રાખી બનાવે છે. સુરતમાં તમને પાંચ રૂપિયાથી માંડીને ૧૨૦૦ રૂપિયા સુધીના પતંગો મળી આવે.
હવે તો કોટ વિસ્તારના સુરતીઓને પોતાની અગાશી ટેરેસ ધાબુ બે દિવસ ભાડે આપી રોકડી પણ કરી લે છે.

સુરતીઓએ એટલે બસ સુરતીઓ
ઉત્તરાયણ બસ સુરતની જ 
માણો તો જાણો.
અબ્બાસભાઈ સિરાજભાઈ કૌકાવાલા
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો