હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ મોટાં રામજી મંદિરના સાધુ સંતો કુંભમેળામાં જતાં જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આશીર્વાદ લઈ ભવ્ય વિદાયમાન આપ્યું હતું.
કુંભમેળો એ હિન્દુ ધર્મની અનોખી સંસ્કૃતિમાં ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે અને ભારત દેશમાં અનેરું મહત્ત્વ ધરાવે છે આ મેળો દેશના ચાર શહેરોમાં અલગ અલગ જગ્યાએ બાર વર્ષે એક વાર યોજાય છે જેમાં દુનિયાભરમાંથી ભાવિકો આવી ધન્યતા અનુભવે છે.
ગુરૂવારે જસદણ મોટાં રામજી મંદિરના સંતો કુંભમેળામાં જતાં હોવાથી વિજયભાઈ રાઠોડ ખાસ ઊપસ્થિત રહી સંતોના આશીર્વાદ લઈ વિદાય સન્માન આપ્યું હતું.
અત્રે નોંધનીય છે કે અત્રે નોંધનીય છે કે કુંભમેળામાં ભાવિકો તો સ્નાનનો લાભ મેળવે છે પણ આ કુંભમેળામાં સાધુ સંતોને પહેલા સ્નાનનો અધિકાર દેવતાઓ દ્વારા આપવામાં આવ્યો છે.