જસદણમાં પુર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા સાળગપુરની ધર્મયાત્રા પુર્ણ કરી વળતી વખતે જસદણ આવી લોકોને ત્યાં મરણ અવસરે ખરખરો કર્યો હતો.
અને લોકોના પ્રશ્નો પણ સાંભળ્યા બાદ રવાના થયાં હતાં પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ સાંસદ રૂપાલાએ અચાનક જસદણની મુલાકાતે આવી ત્યાં મીડિયાકર્મી કાળુભાઈ ભગતના પિતા તાજેતરમાં અવસાન પામેલા તેમનાં પરિવારજનોને સાંત્વના આપવા માટે તેમનાં ઘેર પહોંચી ગયા બાદ જસદણ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
દરમિયાન તેમનાં પિતા જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ જે પી રાઠોડ સહિત પરિવારજનોને મળ્યાં બાદ જસદણ જીઆઈડીસીના કેટલાંક પ્રશ્નો કારખાનેદારોના હતાં તે રજુઆત કરી હતી આ તકે પ્રશ્નો ઉકેલવાની સાંસદએ ખાત્રી આપી હતી.