હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજકીય દબાણ વગર કામ કરતા નથી જે આજે ફલીત થયું હતું આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ જસદણ વોર્ડ નંબર પાંચમાં લાંબા સમયથી પાણી સફાઈ ગટર જેવી અનેક પ્રાથમિક કામોની સમસ્યા હતી આ અંગે રેહવાસીઓ દ્વારા જાણ કરવામાં આવી હોવા છતાં જસદણમાં કોઈ સમસ્યા જ નથી.
એવો સુર પાલિકાના ચીફ ઓફિસરએ વહેતો કર્યો હતો પણ આખરે આ વિસ્તારના સામાજિક કાર્યકર સુરેશભાઈ છાયાણી દ્વારા ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને વિવિધ સમસ્યા અંગે બે પાનાનો પત્ર લખીને આપવામાં આવતાં આ અંગે કાર્યાલય પરથી નગરપાલિકાને દબાણ થતાં સ્ટાફ તાબડતોપ પાણીની મશીનરી રીપેરીંગ કરવાં પહોંચી ગયો હતો.
સુરેશભાઈ એ પત્રમાં અનેક સમસ્યાઓથી પ્રજા પીડિત છે તે વિગતવાર લખ્યાં બાદ હાલના ચીફ ઓફીસર કોઈ કામ કરતાં ન હોય તો એમની બદલી કરવામાં આવે એવી માંગણી પણ કરેલ હતી.