WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના સાણથલી ગામમાં ખૂંખાર દીપડો પાંજરે પુરાતા ખેડુતોમાં હાશકારો

જસદણ તાલુકાના સાણથલી ગામની સીમમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી એક ખૂંખાર દીપડાના આટાફેરા ચાલતા ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો હતો. શિયાળુ પાકની મોસમ ચાલી રહી હોવાથી આ દીપડાના હાજરે ખેડૂતોના જીવને જોખમ ઊભું થયું હતું.
આ બાબતે વનતંત્રને જાણ કરવામાં આવતાં, તંત્રના જાંબાઝ જવાનોએ તરત જ પગલાં લીધાં. દીપડાના પગેરા શોધીને યોગ્ય સ્થળે પાંજરું ગોઠવવામાં આવ્યું. લાંબા પ્રયાસો બાદ આખરે વનતંત્રના કર્મચારીઓએ દીપડાને પાંજરે પુરવામાં સફળતા મેળવી.

દીપડાને પકડ્યા બાદ તેને વનવિભાગના હવાલે સોંપવામાં આવ્યો, જેનાથી સાણથલી ગામના ખેડૂતો અને ગ્રામજનોમાં હાશકારો જોવા મળ્યો.

તસ્વીર અને અહેવાલ: હુસામુદ્દીન કપાસી, જસદણ


ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો