WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકાની ચૂંટણી પહેલા અનેક યુવાનો પરિવાર સાથે ભાજપમાં જોડાય એવી તજવીજ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની ચૂંટણી સાવ નજીક આવી રહી છે ત્યારે સાત વર્ષના લાંબા ગાળા પછી ચૂંટણી આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં મોટાં ભાગનાં વિસ્તારોમાંથી પરિવાર સહીત કેટલાંક યુવાનો જોડાય એવી તજવીજ ચાલી રહી છે 
ભુતકાળમાં કુંવરજીભાઈ બાવળિયા અને ડો. ભરતભાઈ બોઘરાની આગેવાની હેઠળ અનેક સરપંચો તાલુકા જીલ્લા અને જસદણના કોંગ્રસીઓએ ભગવો ધારણ કર્યો હતો જેના કારણે એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતાં જસદણ વિંછીયા પંથક હવે મોટાં ભાગનાં લોકો ભાજપમય બની ગયાં છે ત્યારે આ અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે સમય સમયનું કામ કરે છે જસદણ શહેરમાં ભાજપએ છેલ્લાં સાત વર્ષમા અનેક વિકાસના કામો કર્યા છે હાલ જસદણનો વ્યાપ અને વિસ્તાર સતત વધતો જાય છે આમ છતાં પણ રાજ્ય સરકારે નાણાંની વ્યવસ્થા એવી કરી હતી જે થકી શહેરના સાત વૉર્ડમાં પાણીથી લઈ આરોગ્ય સુધીના કામો થયાં છે એટલે સ્વભાવિક છે કે વિકાસના માહોલમાં યુવાવર્ગ જોડાય વધુમાં વિજયભાઈ એ જણાવ્યું હતું કે દરેક જગ્યાઓ પર સિમેન્ટરોડ પુલ નાળા ગટર પાણી જેવી સુવિધાજનક વ્યવસ્થા ઉપરાંત બાગ બગીચાનું આધુનિકરણ ઉપરાંત રાજ્ય સરકારના અન્ય વિભાગમાં આવતાં શિક્ષણ આરોગ્ય પાણી પશુપાલન અંગે કુંવરજીભાઈ બાવળિયાનું જબરજસ્ત યોગદાન છે આમ જસદણ શહેરમાં અપવાદ બાદ કરતાં સર્વત્ર અબજો રૂપિયાના વિકાસના કામો થયાં છે એટલે સ્વભાવિક પણે લોકો આ વિકાસયાત્રામાં જોડાય શકે છે. અત્રે નોંધનીય છે જસદણ નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે વિવિધ પક્ષો દ્વારા બે ત્રણ દિવસમાં ઉમેદવારો પણ નક્કી થઈ જશે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાની ચૂંટણી અંગે રાજકોટ જીલ્લા કલેકટર દ્વારા ઈવીએમ ની ચકાસણી કરવામાં આવી છે આ ઉપરાંત ડેટા એન્ટ્રીની કાર્યવાહી અને સ્ટાફના ઓર્ડર પણ કાઢવામાં આવ્યા છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો