WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ખાંડાધાર હડમતીયા ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું: વાડીના માલિકની ધરપકડ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
 જસદણના ખાંડાધાર હડમતીયા ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડે ગાંજાનું વાવેતર પકડી પાડી એક શખ્‍સની ધરપકડ કરી હતી. ખેતીકામ કરતા શખ્‍સે આર્થીક ભીંસ દૂર કરવા ગાંજાનું વાવેતતર કર્યાની કબુલાત આપી હતી. 
પોલીસ અધિક્ષક હિમકરસિંહ રાજકોટ ગ્રામ્‍ય જીલ્લામાં નાર્કોટીક્‍સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્‍યસન થી યુવાધનને અટકાવવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્‍સ એફ.એ.પારગી તથા પો.સબ.ઇન્‍સ શ્રી બી.સી. મિયાત્રા  સ્‍ટાફ સાથે જસદણ પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન પો.હેડ.કોન્‍સ. હિતેશભાઈ અગ્રાવત તથા પો.કોન્‍સ. વિજયગીરી ગોસ્‍વામી ને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે,ખોડાભાઇ વાઘજીભાઈ રોજાસરા રહે ખાંડાધાર હડમતીયા ગામ ની ઉગમણી સીમ તા.જસદણ જી.રાજકોટ વાળાએ પોતાની વારસાઇની વાડી(ખેતર) માં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ-માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ હોવાની મળેલ હકિકત આધારે રેઇડ કરતા આરોપીના વારસાઇની વાડી(ખેતર) માંથી માદક પદાર્થ ગાંજાના લીલા છોડ નંગ ૩૦ ના વાવેતરનો જથ્‍થો ૨ કિલો ૪૧૬ ગ્રામ જેની કિ.રૂ.૨૪,૧૬૦/- સાથે ઝડપી પાડી જસદણ પો.સ્‍ટે ખાતે એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુન્‍હો રજીસ્‍ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો