હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગએ તાજેતરમાં બદલીઓ કરતાં જસદણના પ્રાંત અધિકારી તરીકે હવે તો આર આર ખાંભરાને મુકવામાં આવતાં તેમને ભાજપના સક્રિય શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડએ આવકાર આપ્યો છે
તેઓ આગામી જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં અગત્યની કામગીરી કરશે એવી આશા વ્યક્ત કરી હતી ગુજરાત સરકારે જી એ એસ કેડરમાં બદલીના હુકમો કર્યા છે
એને લઈને જસદણ પ્રાંત અધિકારી ગ્રીષ્માં રાઠવાની બદલી ગાંધીનગર અન્ન અને પુરવઠા વિભાગમાં કરી છે તેમનાં સ્થાને મોરબી જિલ્લા ચૂંટણી નાયબ અધિકારી તરીકે ફરજ બજાવતા આર આર ખાંભરાને જસદણ પ્રાંત અધિકારી તરીકે મુકવામાં આવતાં તેઓ હવે ચાર્જ સંભાળશે અત્રે નોંધનીય છે કે આજે રાજ્યની નગરપાલિકાઓની ચૂંટણી સાથોસાથ જસદણ નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં રાજકીય પક્ષો અને સંગઠનોમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.