હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણમાં આગામી તા.૩૧ ફેબ્રુઆરી ૨૦૨૫ ને શુક્રવારના રોજ કહી ભાજપના મોવડીઓ આગામી તા.૧૬ ફેબ્રુઆરીના રોજ જસદણ નગરપાલિકાની ચૂંટણી યોજાય રહી છે તેનાં ઉમેદવારો જાહેર કરવાના હોવાથી ભાજપમાં કહી ખૂશી કહી ગમ જેવો માહોલ સર્જાશે કારણ કે જસદણ નગરપાલિકાના સાત વૉર્ડમાં કુલ મળીને ૨૮ ઉમેદવારો છે અને ફોર્મ ૧૪૩ ભરાયા છે.
જયારે એમાંથી ૧૧૫ લોકોને ટીકીટ નહિ મળે તેનાં કારણે ભાજપના કેટલાંક સભ્યોને નિરાશા સાંપડે તે સ્વભાવિક છે આ અંગે ગુરૂવારથી બે દીવસ ગાંધીનગરમાં પાર્લામેન્ટની બેઠક યોજાશે જેમાં દાવેદારોના નામ પર મંથન કરી નામો જાહેર કરશે વાત કરીએ તો જસદણને ૧૯૯૫માં નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થયો.
ત્યારથી મોટાંભાગે પાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે આટલા વર્ષોમાં જસદણમાં જે કામો થયાં છે તે તકલાદી અને આયોજન વગરના થયાં હોવાથી લોકોનાં પરસેવાની કમાણી જે ટેક્સરૂપી ભરાય છે તે કરોડો રૂપિયા બરબાદ થયાં છે હાલ જસદણમાં ટ્રાફિક દબાણ ગેર કાયદેસર બાંધકામો આ ઉપરાંત નગરપાલિકાની માલિકીની અબજો રૂપિયાની જમીનો સાર્વજનિક પ્લોટ પણ માફિયાઓના કબજામાં રહ્યાં છે.
તે પણ પાલિકા કબજો મેળવી પ્રજાને રાહત આપવામાં ઉણી ઉતરી છે જસદણમાં પાલિકા દ્વારા એક પણ હરવા ફરવા માટે સ્થળ નથી જીલેશ્વર ગાર્ડન છે તે પણ રાજવી પરિવારએ આપેલ ભેટ છે એકપણ શિક્ષણ સંસ્થા નથી જે રોડ રસ્તાના કામો થયાં એમાં બેફામ ગેરરીતિ બિલ્ડરલોબીને ગમે ત્યાં ગમે તેવા પાર્કિંગ વગરના જગ્યા છોડ્યા વગરના બાંધકામો કરવાની છૂટના કારણે જસદણની બજારમાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે હાલ જસદણ શહેરમાં લાઠી એની ભેંસ એ ઉકિત મુજબ પોપાબાઈનું રાજ ચાલી રહ્યું છે અને જેનાં હાથમાં એનાં મોંઢામાં થી પ્રજા હાલ બેહાલ છે ત્યારે જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ યોગ્ય ઉમેદવારોને ટિકિટ આપે અને સરકારી અધિકારીઓને કર્મચારીઓને કડક બનવા પર ભાર મૂકે ઍવી લોકોમાં માંગણી ઉદ્દભવી છે.