હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ના રોજ હોય તે અનુસંધાને આજે જે લોકો ભાજપ તરફથી લડવાના હોય એ ફોર્મનું વિતરણ ભાજપના કાર્યાલયે કરવામાં આવતા એક કલાકમાં એકસો થી વધુ ફોર્મ ઉપડી ગયા હતા.
જસદણ નગરપાલિકામાં કુલ મળીને સાત વૉર્ડમાં ભાજપ તરફથી ૨૮ સભ્યોની નિમણુંક કરવામાં આવનાર હોય પણ ફોર્મનું રવિવારે સાંજે વિતરણ કરવામાં આવતાં ફોર્મ એક કલાકમાં ૧૦૦ કરતાં વધુ ઉપડી ગયા હતા કાલે સોમવારે સવારે ૧૧ કલાકે ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકો મહેન્દ્રસિંહ, અલકાબેન, ડો.પ્રદ્યુમ્નભાઈ સહિતનાં નેતાઓ જસદણ ભાજપના કાર્યાલય પર આવશે ત્યારે જસદણ નગરપાલિકાની ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો જે આજે ફોર્મ લઈ ગયા તે આગેવાનો સમક્ષ કાલે સોમવારે સુપ્રત કરશે દરેક ફોર્મ ભરનારમાંથી ૨૮ સભ્યોની ભાજપ પસંદગી પર કળશ ઢોળશે.
હાલ તો અધધધ ફોર્મ ઉપડતા ભાજપ પણ મૂંઝવણના ભાર હેઠળ છે અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકામાં ગત ટર્મમાં ભાજપના કેટલાક ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતાં.