ગ્રામ્ય સીડ્સ એન્ડ પેસ્ટિસાઇડ એસોસિએશનની બેઠક મળી
જસદણ અને વીંછિયા તાલુકા ગ્રામ્ય સીડસ એન્ડ પેસ્ટીસાઈડ એસોસિએશનની વાર્ષિક મીટીંગ આટકોટ બ્રહ્મ સમાજ છાત્રાલય ખાતે યોજવામાં આવી હતી.
આ તકે મંતવ્ય સીડ્સ વતી વિરલભાઈ કાનાણી, મીતભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા કંપનીના ડિરેક્ટર મિતભાઈ દ્વારા ઉપયોગી માહિતી પણ આપવામાં આવી હતી.
આ તકે સીડ્સ કંપની દ્વારા જસદણ અને વીંછિયા તાલુકાના ગામડાઓમાં જે ખેડૂત નાના હોય જેવા કે પાંચ વીઘાથી ઓછી જમીન ધરાવતા ખેડૂત હોય અને તેમની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તેમાં પણ મહિલા ખેડૂત હોય અને તેમના પતિનું અવસાન થયેલું હોય તેવા ખેડૂતોને એસો.માં નોંધાયેલા રજિસ્ટર સભ્ય દ્વારા ભલામણ કરવામાં આવે તો સીડ્સ કંપની તેમના દ્વારા ઉત્પાદિત થતા બિયારણો ગામ દીઠ પાંચ ખેડૂતની મર્યાદામાં વિના મૂલ્યે આપી ખેડૂતને મદદરૂપ થશે તેવી જાહેરાત પણ આ તકે કરવામાં આવી હતી.
તેમના આ ઉમદા કાર્યની જસદણ વીંછિયા તાલુકા ગ્રામ્ય સીડ્સ એન્ડ પેસ્ટીસાઈડ એસો. દ્વારા સરાહના કરવામાં આવી હતી.
એસો.ની મિટિંગમાં જસદણ અને વીંછિયા તાલુકાના ગ્રામ્ય લેવલના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે જસદણ વીંછિયા તાલુકા ગ્રામ્ય સીડસ એન્ડ પેસ્ટીસાઈડ એસોસિયેશનના પ્રમુખ ચેતનભાઇ પંચોલી દ્વારા ઉપયોગી માહિતી પણ આપવામાં આવી હતી તેમજ ખજાનચી એવા કેશુભાઈ વાસાણી દ્વારા વાર્ષિક હિસાબ રજૂ કરાયા હતા.
ઉપપ્રમુખ દિનેશભાઈ અસલાલીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી .