હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દાઉદી વ્હોરા સમાજમાં હાલ પવિત્ર રજબ માસ ચાલી રહ્યો છે યુગ પુરુષ હજરત અલી સાહેબના આ પાક માસમાં રાજકોટ, જસદણ, વાંકાનેર, ગોંડલ, ભાવનગર, બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પોરબંદર, જામનગર, અમરેલી, બાબરા ,જામખંભાળીયા, બરવાળા, રાજુલા સહિતના અનેકાએક ગામોમાં છેલ્લા 27 દિવસથી શેરે ખુદાનું વ્હોરા બિરાદરો સ્મરણ કરી રહ્યા છે અને એના નામ પર ન્યાઝ તકસીમ કરી રહ્યા છે.
ત્યારે આજે પવિત્ર રજબ માસની 27મી તારીખ હોય ત્યારે સૌરાષ્ટ્રમાં દાઉદી વ્હોરા સમાજના હજારો એક વર્ષથી માંડી 15 વર્ષ સુધીનાં બાળકોએ એક દિવસ રોઝુ પાળેલ હતુ. ખાસ કરીને મોરબીમાં સૈફુદ્દીન શબ્બીરભાઈ લાકડાવાળા, પુનામાં ફાતેમા બુરહાનુદ્દીનભાઈ લીમડીવાળા સહિતના સૌરાષ્ટ્રના ગામેગામના બાળકોએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સળંગ 13 કલાક સુધી પાણીનું એક પણ ટીપુ પીધા વગર અને અન્નનો એક દાણો મોઢામાં નાંખ્યાવગર રોઝુ પાળી પોતાના ધર્મગૂરૂ અને પરિવારના આર્શીવાદ મેળવી પોતાની આસ્થા બરકરાર રાખી હતી. આ પવિત્ર રોઝાને લઈ ગામેગામમાં બાળકોની ખુશીમાં આમિલસાહેબ મુલ્લાં સાહેબ અને વ્હારા બિરાદરો સહભાગી બન્યા હતા.
Tags:
News