હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
તાજેતરમાં જસદણ શ્રી પંચ બ્રહ્મ સમાજમાં સામાજિક યુવા કાર્યકર વિશાલ જાની (મો.9913633686) ની ઉપપ્રમુખ તરીકે નિમણુંક થતાં તેમને વિવિધ માધ્યમો દ્વારા શુભેરછા મળી રહી છે.
વિશાલભાઈ બાળપણથી લઈને અત્યાર સુધી જસદણમાં લોકોનાં સારા માઠા પ્રસંગે ખાસ ઊપસ્થિત રહી કામકાજમાં મદદરૂપ બને છે અત્યાર સુધીમાં અનેક લોકોને સહાયરૂપ બનનારા વિશાલભાઈની બ્રહ્મ સમાજમાં મહત્વના પદ પર નિમણુંક થતાં તેમને સામાજિક, સેવાકિય, રાજકિય, ધાર્મિક, શૈક્ષણીક સહિતની સંસ્થાઓ, આગેવાનો અને પ્રતિનિધિઓએ શુભેરછા સાથે શુભકામના પાઠવી રહ્યાં છે.