રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકરસિંહએ દારૂ-જુગારની બદલીને નાબુદ કરવા માટે આપેલ સુચના આધારે એલસીબી રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એચ.સી.ગોહીલના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. વાઘાભાઇ આલ, અનિલભાઇ ગુજરાતી તથા પો.કોન્સ. મહિપાલસિંહ ચુડાસમાને સંયુકત રીતે મળેલ હકીકત આધારે જસદણ પો.સ્ટે. વિસ્તારના જસદણ વિંછીયા બાયપાસ રોડ નવા માર્કેટીંગ યાર્ડથી આગળ હાઇવે રોડ ઉપરથી અશોક લેલન્ડ કંપનીના બડા દોસ્ત ફોર વ્હીલ રજી. નં. જીજે-૩-બીઝેડ-૬૩પ વાળામાંથી વિદેશી દારૂની બોટલ નંગ ૬૩૬ તથા બીયરના ટીન નંગ ૧૧ર૮ મળી કુલ ૯.૩પ લાખના મુદામાલ સાથે ઇમ્તીયાઝ કાદરભાઇ મકરાણી ધંધો ડ્રાઇવીંગ રહે. ગોંડલ વોરા કોટડા રોડ ચિસ્તીયા મસ્જીદની સામે હુડકોને ઝડપી લીધો હતો.
જયારે સપ્લાયર ઇમરાન ઉર્ફે ઇડો શેખા રહે. ગોંડલ મોટીબજારની શોધખોળ હાથ ધરાઇ છે.