WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ચોટીલામાં ડીઝલ ચોરીનો પર્દાફાશ: હોટલ સંચાલક અને ડ્રાઇવરો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી

હોટલના સંચાલક ટેન્કર ડ્રાઇવરો પાસેથી 1 લીટર ડીઝલની રૂ. 70 માં ખરીદી કરી 78 માં વેચાણ કરતો
ચોટીલા બોરીયા નેસ ગામ પાસે આવેલી યુપી હોટલના પાછળના ભાગે હોટલ સંચાલક દ્વારા ડીઝલ ચોરી કરી અન્ય ટ્રકોમાં ડીઝલ વેચાણ કરતા પોલીસ દ્વારા રેડ કરી હતી. ટેન્કરમાંથી ડીઝલ કાઢતા ટેન્કર ડ્રાઇવર તેમજ અન્ય ટ્રક ડ્રાઇવરની અટકાયત કરી ટ્રક અને ટેન્કરમાં 29,000 લિટર ડીઝલ સાથે રૂ. 43,58,997નો મુદ્દામાલ નાની મોલડી પોલીસ સ્ટેશન કબજે કર્યો હતો.
નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ રાલાભાઈ રાજેશભાઈ મેર, હીરાભાઈ સાંબડને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી કે બોરીયા નેસ ગામના બોર્ડ સામે આવેલી યુપી બિહાર હોટલમાં સંચાલક દ્વારા પેટ્રોલ, ડીઝલ ટેન્કરમાંથી કાઢી ગેરકાયદે પ્રવૃત્તિ કરવામાં આવે છે. 

આ બાતમીના આધારે રેડ કરતા યુપી બિહાર હોટલમાં તપાસ કરતા પાછળના ભાગે મોટા ટેન્કરમાંથી ડીઝલ કાઢી બાજુમાં પડેલ ટ્રકમાં ડીઝલ નાખતા 2 શખસ મળી આવ્યા હતા. તેની પૂછપરછ કરતા ટેન્કર ડ્રાઇવર રાજસ્થાનના રાજસંબંધ જિલ્લાના ભીમ તાલુકાના અમરાખેડના દીપકસિંહ વિરાદસિંહ રાજપૂત અને જામનગરના ઈમ્તિયાઝ આમદભાઈ ચાણકિયા હોવાનું જણાવ્યું હતું.

વધુ પૂછપરછ હાથ ધરતા ટ્રકચાલક ઈમ્તિયાઝ જણાવતા યુપી બિહાર હોટલના સંચાલક જેઠુરભાઈ ખાચર ટેન્કર ડ્રાઇવરો પાસેથી ડીઝલ 70 રૂપિયા લીટર ખરીદી 78 રૂપિયામાં વેચાણ કરે છે. તેમાં ટેન્કરની બિલ્ટિ કાગળો ચેક કરતા વિશ્વરાજ રોડલાઇન્સ ચલણ મુજબ નાયરા એનર્જીનું બિલ મળી આવ્યું હતું.

આ બનાવમાં રૂ. 21,54,497ની કિંમતનું ટેન્કરનુ ડીઝલ 29,000, રૂ. 22,00,000ની કિંમતના ટ્રક અને ટેન્કર, રૂ. 4500ની કિંમતના 3 મોબાઈલ સહિત કુલ 43,58,997 મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ટેન્કર ડ્રાઇવર દિપકસિંહ રાજપૂત અને ટ્રક ડ્રાઇવર ઈમ્તિયાઝ ચાણકિયા ઝડપી લીધા હતા. હોટલ સંચાલક જેઠુરભાઈ ખાચર હાજર મળી ન આવતા તેની વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. તેની તપાસ નાની મોલડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો