હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડનું મકરસંક્રાંતિના દીવસે પ્રભુ સદ્દભાવના સેવા સમિતિ દ્વારા ખાસ મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.
જેમાં જણાવ્યું હતું કે આપની વિવિધ સેવા પ્રત્યેક માટે પ્રેમ અને કરુણા જે સરાહનીય છે આપની જીવનયાત્રાની અવિરત સેવા અંગે અમો આપને અભિનંદન પાઠવીએ છીએ.
આપની સેવાકીય પ્રવૃતિઓ હરહંમેશા થતી રહે એવી અમારી સેવા સદ્દભાવના સેવા સમિતિ દ્વારા શુભેચ્છા અને શુભકામના અત્રે નોંધનીય છે કે જસદણ પ્રભુ સદ્દભાવના સેવા સમિતિ દ્વારા અનેકા એક સેવાકીય કાર્ય થાય છે.
પણ આ સમિતિ દ્વારા એક પણ પૈસો હાથ પર રાખવામાં આવતો નથી સમિતિના સભ્યો સદ્દ કામોમાં પ્રસિદ્ધિથી દુર રહે છે.
હાલમાં ઘણાં ટ્રસ્ટો ટ્રસ્ટીઓ દાનવીરોના પૈસે મોજ અને મોટાઈ કરે છે સાથોસાથ ધનિક પણ થયાં છે એવા અનેક સમાચારો દ્વારા અનેક જગ્યા પર ફ્લીત થયું છે.
પણ જસદણની આ સમિતિ ફ્કત મુંગી સેવાને પ્રાધાન્ય આપે છે ઉલ્લેખનીય છે કે ઉતરાયણ પર્વ પર જસદણના વિજયભાઈનું સન્માન કરાયું તેમનો પણ સેવા અંગે સિંહફાળો હોય છે.
તેમનું કામ જેમ સ્વાદિષ્ટ રસોઈમાં નમક હોય છે એવું કામ તેમની પેઢી વર્ષોથી કરે છે.