WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ-વીંછિયાના મામલતદારોની બદલી: આઈ.જી. ઝાલા અને હિતેશ બારોટની નિમણુંક

જસદણ વિંછીયાના મામલતદારોની બદલી: જસદણમાં આઈ જી ઝાલા વીંછિયામાં હિતેશ બારોટની નિમણુંક 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ઘણાં મામલતદારોની બદલી અને નિમણુંક કરવામાં આવી હતી ત્યારે જસદણ અને વીંછિયાની મામલતદારોની બદલી કરવામાં આવી હતી.
અને તે બે ખાલી જગ્યા પર નિમણુંક પણ કરવામાં આવી હતી જસદણ ફરજ બજાવતા મામલતદાર એમ ડી દવે ને જુનાગઢ મુકવામાં આવ્યાં તે સ્થાને રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ફરજ બજાવતા આઈ જી ઝાલાને મુકવામાં આવ્યાં છે 

વિંછીયાના મામલતદાર આર કે પંચાલની ધોરાજી ખાતે બદલી કરવામાં આવી તે સ્થાને કચ્છમાં ઇલેક્શન વિભાગમાં ફરજ બજાવતા હિતેશ બારોટને નિમણુંક અપાઈ છે જસદણ અને વિંછીયાના બન્ને નવ નિયુક્ત મામલતદારને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ અને જસદણ નગરપાલિકાના પુર્વ પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલિયાએ આવકાર્યા છે અને રાજ્ય સરકારના આ નિર્ણયને સમયસરનો ગણાવ્યો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો