બોટાદમા પ્રેમસંબધ બાબતે યુવક અને તેના મિત્રોને 2 મહિલા સહીત 10 ઈસમે લાકડી અને ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ધંધુકા તલાટી સોસાયટી સહયોગ નગરમા રહેતા બજરંગભાઈ ચંદુભાઈ રામાનુજ ઉ.વર્ષ 40એ છેલ્લા એક વર્ષથી બોટાદ હીફલી શેરી નં-7મા ઓમકાર જેમ્સ કીરાનુ કારખાનુ ચલાવે છે આ કારખાનામા રાજાભાઈ જીવણભાઈ મેણીયા રહે.બરાનીયા મેનેજરનુ કામ કરે છે અને આ કારખાનામા હરેશભાઈ પ્રભુભાઈ કાણોતરા હીરા ઘસે છે
ત્યારે આ હરેશભાઈ પ્રભુભાઈ કાણોતરા અને મિતલબેન બન્નેને એકબીજા સાથે પ્રેમ સબધ થઈ ગયો હતો જેથી બજરંગભાઈ, હરેશભાઈ અને મિતલબેનને પ્રેમ સંબધ અંગે વાતચીત કરવા માટે બોટાદના હરણકુઈ પાછળ આવેલ વાડીએ બોલાવી રાજેશભાઈ મનજીભાઈ ચાવડા, સોહિલભાઈ અહેમદ, ચિરાગભાઈ, મનજીભાઈ બીજલભાઈ, ગજરાબેન રાજેશભાઈ, લાભુબેન મનજીભાઈ, પ્રકાશભાઈ મનજીભાઈ અને ત્રણ અજાણ્યા ઈસમો એક સપ થઈ બજરંગભાઈ, હરેશભાઈ અને મિતલબેન્ને લાકડી, ધોકા અને ધારીયા જેવા ઘાતક હથીયારો વડે માર મારી ત્રણેયને ગંભીર ઈજાઓ પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે બજરંગભાઈ રામાનુજે બે મહિલા સહિત દસ ઈસમો વિરૂધ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.