બોટાદ રૂરલ પોલીસે વર્ષ 2023 દરમિયાન વિવિધ 14 કેસમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 19,333 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત 19 લાખ 74 હજાર 115 રૂપિયા છે.
બોટાદ ખાતે આરટીઓ ઓફિસની બાજુમાં પ્રાંત અધિકારી આરતી ગોસ્વામી અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા પર રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીએ આ અંગેની વિગતવાર માહિતી મીડિયાને આપી હતી..