ટાવર રોડ સ્થિત યોગી ગેસ્ટહાઉસમાં એક યુવકે આપઘાત કરતા ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બોટાદના ખોડિયાર નગર વિસ્તારના રહેવાસી 37 વર્ષીય અશોક કરસનભાઈ લીંબડીયાએ ગેસ્ટહાઉસના રૂમમાં ઝેરી દવા પી લીધી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોનાવાલા હોસ્પિટલ ખસેડ્યો છે.
યુવકે આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પોલીસે તપાસના ભાગરૂપે ગેસ્ટહાઉસના સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે, જેમાં મૃતક યુવક ક્યારે અને કેવી રીતે ગેસ્ટહાઉસમાં આવ્યો તેની માહિતી મેળવવામાં આવી રહી છે.
પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.