જસદણ નગરપાલિકામાં 52.14 ટકા મતદાન: વૉર્ડ નંબર 5માં સૌથી વધું વૉર્ડ નંબર 6માં કંગાળ મતદાન 

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આજે મતદાન પુર્ણ થતાં વૉર્ડ નંબર 1માં 55.13 વૉર્ડ નંબર 2માં 58.10 વૉર્ડ નંબર 3માં 58.10 વૉર્ડ નંબર 4માં 51.78 વૉર્ડ નંબર 5માં 59.03 વૉર્ડ નંબર 6માં 39.46 વૉર્ડ નંબર 7માં 49.91 સાતેય વોર્ડનું કુલ મળીને 52.14 નોંધાયું હતું આ ચૂંટણીમાં સાતેય વોર્ડમાં કુલ 64 ઉમેદવારો મેદાનમાં છે દરેકનું ભાવિ ઈવીએમમાં છે
મંગળવારે પરિણામ છે ત્યારે જો જીતા વોહી સિકંદર બનશે જોકે આજે કેટલાક ઉમેદવારોએ જણાવ્યું હતું કે ચૂંટણીમાં હાર જેવી કોઈ ચીજ નથી કા જીત કા શીખ અત્યાર સુધીના રાજકરણમાં કોઈ હારી ગયેલા ઉમેદવારએ નિવૃત્તિ લીધી નથી બલ્કે બીજી ચૂંટણીમાં બમણા ઉત્સાહ સાથે જ ઝંપલાવ્યું છે હાર કેવી? નોંધનીય છે કે જસદણ નગરપાલિકાની આ ચૂંટણીમાં એક માત્ર ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ છાયાણી એક માત્ર એવા ઉમેદવાર હતાં જેમણે અપક્ષ તરીકે ઝંપલાવ્યું હતું બાકીના ઉમેદવારો કોઈને કોઈ પક્ષ સાથે સંકળાય ચૂંટણી લડ્યા હતાં ઉલ્લેખનીય છે કે ચૂંટણી પૂરી થતાં જ કોણ જીતશે એ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.