રાજકોટ ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોટા હડમતીયા ગામની વાડી વિસ્તારનો મકાનનો કબજો ભોગવનાર આરોપી મુનાભાઈ જીલ્લુભાઈ ખાચર નામના આરોપીના વાડીના મકાનમાંથી ભારતીય બનાવટી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 880 નંગ બોટલ તેમજ બીયર ટીમ નંગ 1,008 મળી આવી રૂપિયા 6,26,160 લાખ રૂપિયાનો મુદ્દામાલ રાજકોટ એસસીબીએ કબજે કરી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.
આ કામગીરીમાં રાજકોટ એલસીબી ની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી ઓડેદરા તેમજ સબ ઇન્સ્પેક્ટર એચ.સી.ગોહિલ સાહેબ તેમજ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી ,અમિતસિંહ જાડેજા , અનિલભાઈ ગુજરાતી, ભગીરથસિંહ જાડેજા ,વાઘાભાઈ આલ, ધર્મેશભાઈ બાવળીયા રસિકભાઈ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા , મહેન્દ્રપાલસિંહ ચુડાસમા, ભાવેશભાઈ મકવાણા, વિરમભાઈ સમેયા સહિતનો પોલીસ સ્ટાફ કામગીરીમાં જોડાયેલો હતો
રિપોર્ટ:-રાજેશ લીંબાસીયા,જસદણ