WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ભાવનગર રોટરી ક્લબ આયોજિત ૧૭મી સાયકલોથોનમાં ૨૫૦૦થી વધુ સ્પર્ધકોમાં અનેકએ મેદાન માર્યું

ભાવનગર રોટરી ક્લબ આયોજિત ૧૭મી સાયકલોથોનમાં ૨૫૦૦થી વધુ સ્પર્ધકોમાં અનેકએ મેદાન માર્યું

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
ભાવનગરમાં લાગલગાટ છેલ્લાં ૮૦ વર્ષથી ચાલતી સંસ્થા રોટરી ક્લબ ઓફ ભાવનગર દ્વારા સ્વચ્છ, હરિયાળું અને શિક્ષિત ભારતનાં સંદેશ સાથે યોજાયેલી સાયકોલોથોનમાં શોર્ટ અને લોંગ રૂટ સહિત કુલ ત્રણ વિભાગમાં અંદાજિત ૨૫૦૦થી વધું સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.
જેમાં જુદાં જુદાં નવ વય કેટગરીના નવ સ્પર્ધકોને આયોજકોના મોવડીઓએ સંજય ચૌહાણ, હાર્દિક બારૈયા, શિવાંગ, પૃથ્વીરાજ, ભાર્ગવ પરમાર, રોઝીલ કપાસી, રીતુ બારૈયા, નિરાલી દોશી, સહિતનાં સ્પર્ધકોને નવાજ્યા હતાં ખાસ કરીને ભાવનગરમાં વર્ષોથી અનેકાએક આરોગ્ય વિષયક સેવામાં મુંગા મોઢે કામગીરી કરતાં દાઉદી વ્હોરા સમાજના વડીલ ઈસ્માઈલભાઈ ટીનવાળા (મો.9328035252)એ ભાવનગર રોટરી ક્લબ દ્વારા યોજાતી આ સાયકોલોથોનમાં કુલ મળીને ૧૪ સ્પર્ધાઓમાં અત્યાર સુધીમાં ભાગ લઈ દર વખત અવ્વલ નંબર પર રહ્યાં છે આ વખતે પણ નંબર મેળવતા તેમને વિવિધ માધ્યમો પર અભિનંદનની વર્ષા થઈ રહી છે આ સાયકોલોથોન રૂપાણી સર્કલથી શરૂ થઇ ગુલિસ્તા ગ્રાઉન્ડ પર પૂર્ણ થઈ હતી અંદાજિત ૧૬ કિલોમીટરના રૂટમાં આ સાયકોલોથોનમાં મુખ્ય અતિથી વિશેષ તરીકે બ્રીજેશ્વરી કુમારી, ડીવાયએસપી મનીષ ઠાકર, રોટરી ક્લબના મુખ્યત્વે નિલેશ શાહ ઊપસ્થિત રહ્યા હતા આ સાયકોલોથોનમાં ભાવનગર મહાનગર પાલિકા સહીત અન્ય સંસ્થાએ પણ તેમનું યોગદાન આપી સ્પર્ધાને સફળ બનાવી હતી.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો