આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયો છે. જો તમારો ફોન હેક થાય, તો તમારી પ્રાઈવસી અને મહત્વપૂર્ણ માહિતી જોખમમાં આવી શકે.
ફોન હેક થયાના સંકેતો
- ફોન અચાનક ધીમો પડી જવો: જો તમારો ફોન વારંવાર હેંગ થાય તો શક્ય છે કે માલવેર બેકગ્રાઉન્ડમાં કામ કરી રહ્યું હોય.
- ઝડપથી બેટરી ઉતરવી: જો બેટરી ઝડપથી પૂરી થાય, તો શંકાસ્પદ એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલી રહી હોઈ શકે.
- અજાણી એપ્લિકેશન્સ: જો ફોનમાં અજાણી એપ્સ દેખાય, તો તે હેકિંગનો સંકેત હોઈ શકે.
- ડેટાનો વધુ પડતો ઉપયોગ: અચાનક ડેટા વપરાશ વધી જાય, તો તમારી માહિતી ગોપનીય રીતે મોકલાઇ રહી હોઈ શકે.
- અચાનક પોપ-અપ જાહેરાતો: જો પોપ-અપ જાહેરાતો સતત દેખાય, તો તે હેકિંગની નિશાની હોઈ શકે.
- તમારા નામથી મેસેજ કે કોલ જવા: જો તમે ના કર્યા હોવા છતાં તમારા ફોનથી મેસેજ કે કોલ થાય, તો તમારું ડિવાઇસ હેક થયું હોઈ શકે.
- ફોન વધુ ગરમ થવો: અનવાંછિત પ્રોગ્રામ્સ અથવા માલવેર ચાલુ હોવાથી તમારું ડિવાઇસ વધુ ગરમ થઇ શકે.
ફોન હેક થાય તો શું કરવું?
- એરપ્લેન મોડ ચાલુ કરો: હેકરને તમારી માહિતી એક્સેસ કરવાથી રોકવા માટે નેટવર્ક કનેક્શન બંધ કરો.
- અજાણી એપ્સ દૂર કરો: શંકાસ્પદ અને અજાણી એપ્સ અનઇન્સ્ટોલ કરો.
- પાસવર્ડ બદલો: તમારા બેંક, ઈ-મેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ્સ અપડેટ કરો.
- એન્ટીવાઈરસ સ્કેન કરો: તમારા ફોનને કોઈ સારી એન્ટીવાયરસ એપ દ્વારા સ્કેન કરો.
- બધાં એકાઉન્ટ્સમાંથી લોગઆઉટ કરો: ગૂગલ, ફેસબુક વગેરેમાંથી લોગઆઉટ કરો અને પાસવર્ડ બદલો.
- ફોન અને એપ્સ અપડેટ કરો: નવીનતમ સિક્યુરિટી અપડેટ્સ ઇન્સ્ટોલ કરો.
- ફોન ફોર્મેટ કરો: જો અન્ય કોઈ વિકલ્પ ન હોય, તો ફેક્ટરી રીસેટ કરો (મહત્વપૂર્ણ ડેટાનો બેકઅપ લેવો).