હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ તીર્થ ખાતે આસ્થાની ડુબકી લગાવી આધ્યાત્મિક ધન્યતા અનુભવી હતી 13 જાન્યુઆરી 2025 ને સોમવારથી શરૂ થયેલા મહાકુંભ મેળો તા.26 ફેબ્રુઆરી 2025 ને બુધવારના રોજ 40 દિવસે પૂર્ણ થતાં.
જેમાં દેશ વિદેશના કરોડો શ્રદ્ધાળુઓએ ભાગ લઈ હિન્દુ સંસ્કૃતિને જીવંત બનાવી હતી ત્યારે ખારાં રણમાં મીઠી વીરડી સમાન ભાંગ્યાના ભેરુ મુજબ પારદર્શક જીવન જીવનારા વિજયભાઈ રાઠોડએ તેમનાં પરિવાર સાથે પ્રયાગરાજ તીર્થના મહાકુંભ મેળામાં આસ્થા, વિશ્વાસ સાથે ત્રિવેણી સંગમમાં હિન્દુ પરંપરા મુજબ સ્નાન કરીને સાધુ સંતો મહંતોના આશીર્વાદ અને દાનપુણ્ય સાથે હિન્દુ સંસ્કૃતિની પરંપરા બરકરાર રાખી હતી.
આ અંગે પ્રયાગરાજતીર્થ થી વિજયભાઈ એ જણાવ્યું હતું કે સમગ્ર દેશવાસીઓની મનોકામના પુર્ણ થાય અને પૃથ્વી પરના તમામ જીવોનું કલ્યાણ થાય એવી આ મહાકુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પ્રાર્થના કરી હતી.