હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીમાં મંગળવારે ફોર્મ પાછા ખેંચવાનો દીવસ હતો ત્યારે ચિત્ર સ્પષ્ટ થયું હતું જેમાં વૉર્ડ નંબર ૧માં પછાત વર્ગ અનામત મહીલા ઉમેદવારએ ફોર્મ ન ભર્યું હોય એથી ભાજપના રમાબેન અને વૉર્ડ નંબર ૬ના કુસુમબેનની સામે કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી અને પછાત વર્ગ અનામત મહીલાએ પોતાનું ફોર્મ પાછું ખેંચતાં બન્ને મહિલાઓ બિનહરીફ બની હતી.
ખાસ કરીને વૉર્ડ નંબર ૬માં સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ હરેશભાઈ ધાધલ એ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી આમ જસદણમાં ફ્કત એક જ અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ છાયાણી સહીત ભાજપના ૨૮ કૉંગ્રેસના ૨૩અને આમ આદમી પાર્ટીના ૧૪ અપક્ષ૧ કુલ મળીને ૬૬ ઉમેદવારો મેદાનમાં છે ત્યારે આગામી દિવસોમાં કાંટે કી ટક્કર જોવા મળશે આગામી નગરપાલિકાની ચુંટણી અંગે જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે આગામી ચૂંટણીમાં ફરી એકવાર જસદણ નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાશે અમારાં આગેવાનોએ દરેક વોર્ડમાં જે લોકો વચ્ચે છે ભુતકાળમાં લોકોનાં કામો કર્યા છે એવાં ચુનંદા ઉમેદવારોને ટિકિટ આપી છે વધુમાં જણાવ્યું હતું કે જસદણમાં અધધધ કહી શકાય એવાં વિકાસના કામો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યાં હોવાથી આ વિકાસયાત્રામાં લોકો હોંશભેર જોડાશે.