હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના નાગરિકોએ મંગળવારે ભાજપને સ્પષ્ટ બહુમતી આપી દીધી છે 28 બેઠકો પૈકી 22 બેઠકો ભારતીય જનતા પાર્ટીના ફાળે જતાં આગામી પ્રમુખ તરીકેની ચૂંટણી જાહેર થશે તે પૂર્વે ભાજપએ પ્રજાનું હિત જોઈ એવા પ્રમુખની જાહેરાત કરવી જોઈએ કે જેની પાસે શાખ અને ધાક બન્ને હોવી જોઈએ એવી પ્રજામાં માંગણી ઉઠવા પામી છે.
આ અંગે જાગૃત નાગરિકો જણાવી રહ્યાં છે કે જસદણ શહેરમાં ચોમેર દબાણ અને બિન કાયદેસર બાંધકામો હોવાથી લોકોને વાહન તો ઠીક પગે ચાલીને પણ દુષ્કર બની રહ્યું છે બીજી બાજુ જસદણમાં નગરપાલિકાનું કોઈ અસ્તિત્વ જ ન હોય એમ ભેળસેળ યુક્ત અનેક પ્રકારના ખાધ પદાર્થો છડેચોક વેચાય રહ્યાં છે તેથી લોકો પૈસા ખર્ચીને સ્વાસ્થ્ય બગાડી રહ્યા છે.
વિકાસના કામોમાં જબરી ગેરરીતિ હોવાથી લાંબા સમય સુધી વિકાસ ટકતો નથી આમાં પ્રજા જે પરસેવાની કમાણીમાંથી વિવિઘ વેરાઓ ભરે છે તે કરોડો રૂપિયાની રકમો વેડફાય છે આવી અનેક પ્રવૃત્તિ પર બ્રેક મારવા માટે એક શાખ અને ધાકવાળા પ્રમુખ બનાવાનાની માંગ જાગૃત લોકો કરી રહ્યાં છે સાથોસાથ તંત્રએ અંગત રસ દાખવી એક નિષ્ઠાવાન અને કડક ઓફિસર મુકવાની વાત પણ લોકો કરી રહ્યાં છે.