હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાના આગામી પ્રમુખ ઉપ પ્રમુખની વરણી માટે સભ્યોની સેન્સ ગોંડલ મુકામે જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા નિરીક્ષકો ઝવેરભાઈ ઠક્કર હિરેનભાઈ હીરપરા સહિતના આગેવાનોએ લીધી હતી.
હવે નિરીક્ષકો બંઘ કવરમાં જે નામો પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે થયાં તે પ્રદેશ કારોબારીમાં મુક્યા બાદ જસદણ નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ કોણ તે મેન્ડેટ આગામી ચુંટણી સમયે આવશે હાલ જસદણ નગરપાલિકામાં પ્રમુખના દાવેદારો ઘણાં થયાં છે ત્યારે કોને નગરપાલિકાનું સુકાન સોંપાશે તે અંગે અનેક તર્ક વિતર્કો સર્જાયા છે.
દરમિયાન જસદણ ભાજપ શહેર પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે પ્રમુખ ઉપપ્રમુખની સમગ્ર પ્રક્રીયા ભાજપની પ્રદેશ કમિટી નક્કી કરશે કોને સુકાન સોંપવું જસદણના નાગરિકોએ ભાજપ માટે જે વિશ્વાસ મૂક્યો તે અમારી માટે ગર્વની વાત છે.