WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નજીક 'હિટ એન્ડ રન' માં વૃદ્ધ દંપતિના મોત: પોલીસ તપાસ શરૂ

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ગોખલાણા નજીક રાતે હિટ એન્‍ડ રનની ઘટનામાં જસદણના પ્રોૈઢ અને તેમના પત્‍નિના કમકમાટી ભર્યા મોત નિપજ્‍યા છે. આ બંને ગોખલાણા નજીક આવેલા ફાર્મ હાઉસમાં ચોકીદારીની નોકરી કરતાં હોઇ રાત્રે ફાર્મ  હાઉસ નજીક રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણ્‍યો કારચાલક ઠોકરે લઇ ભાગી જતાં પતિનું ઘટના સ્‍થળે જ મોત થયું હતું. 
જ્‍યારે પત્‍નિને  સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. અહિ તેમણે પણ દમ તોડી દેતાં પરિવારજનોમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. જસદણ પોલીસે અકસમાત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્‍ત વિગતો મુજબ જસદણ રહેતાં જુગાભાઇ પોપટભાઇ સાપરા (ઉ.વ.૫૮) અને તેમના પત્‍નિ શામુબેન જુગાભાઇ સાપરા (ઉ.વ.૫૫) રાતે સાડા આઠેક વાગ્‍યે જસદણ નજીકના ગોખલાણા-ગઢડીયા  ચોકડી વચ્‍ચે ગાયત્રી મારબલ નજીક માનસી ફાર્મહાઉસ પાસે રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે અજાણી કારના ચાલકે બંનેને ઉલાળી દીધા હતાં અને ભાગી ગયો હતો. ગંભીર ઇજા થતાં જુગાભાઇ સાપરાનું ઘટના સ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. જ્‍યારે તેમના પત્‍નિ શામુબેન સાપરાને જસદણ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ રાજકોટ હોસ્પિટલમાં તેમનું પણ મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ રાજકોટ પોલીસે જસદણ પોલીસને કરી હતી.

બનાવની માહિતી મળતાં જસદણ પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર જુગાભાઇ સાપરા ચાર ભાઇ અને ત્રણ બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. કેટલાક સમયથી જુગાભાઇ અને તેમના પત્‍નિ શામુબેન ગોખલાણા પાસે માનસી ફાર્મમાં નોકરી કરતાં હતાં અને ત્‍યાં જ રહેતાં હતાં.

રાત્રે ફાર્મ હાઉસ નજીક કોઇ કામ માટે નીકળ્‍યા ત્‍યારે બંને પતિ-પત્‍નિ રસ્‍તો ઓળંગી રહ્યા હતાં ત્‍યારે એક કાર પૂરપાટ ઝડપે આવી હતી અને બંનેને ઠોકરે ચડાવી દીધા હતાં. આ અકસ્‍માત બાદ ચાલક કાર લઇ ભાગી ગયો હતો. પોલીસે ઘટના સ્‍થળ આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા તપાસ શરૂ કરી છે. આ બનાવને પગલે જસદણના સાપરા પરિવારજનોમાં કાળો કલ્‍પાંત સર્જાયો છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો