હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની આગામી ચુંટણીને થોડાં દિવસો બાકી રહ્યા છે ત્યારે ચુંટણી તંત્ર પૂરજોશમાં કામગીરી કરી રહ્યું છે.
આ અંગે રાજકોટ જીલ્લામાં પાંચ નગરપાલિકા હોય તેથી રાજકોટ જીલ્લા કલેકટર પ્રભવ જોષીએ સમગ્ર સ્ટાફ સાથે મિટિંગ યોજી હતી અને આગામી તા.૧૬ ફેબ્રુઆરી રવિવારના રોજ ચુંટણી યોજાશે જે અંગે શું કામગીરી કરી છે તે આજે શુક્રવારે વિડિયો કોન્ફરન્સથી ચુંટણી પંચને વિગતો આપશે આ ચુંટણીમાં ખાસ કરીને સ્ટાફ નિયુક્ત કરી દેવામા આવ્યો છે ઉપરાંત દિવ્યાંગ અને બુઝુર્ગ જે મતદારો છે તેમની માટે વાહનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
અને આ ચુંટણીમાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. દરમિયાન જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે ચુંટણી તંત્ર દ્વારા મતદારોને હાલાકી કે તકલીફ વેઠવી ન પડે તે માટે તેમની કામગીરી જોરદાર છે દર ચુંટણીમાં તંત્ર અપડેટ રહે છે.
ત્યારે લોકશાહીના આ પર્વમાં જસદણના નાગરીકો અવશ્ય સમય કાઢી આળસ મરડીને મતદાન અચુક કરે તે આજના સમયની માંગ છે અત્રે નોંધનીય છે કે જસદણ નગરપાલિકાની આગામી ચુંટણીમાં વિવિઘ રાજકીય પક્ષોના આગેવાનો પડ ધગાવી રહ્યાં છે ગત રાત્રિના જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ગત રાત્રિના વિવિઘ વૉર્ડમાં ફરી પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી.