WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આપણે માનસિક રીતે એકવીસમી સદીમાં ક્યારેય પ્રવેશ કરીશું ખરા ?

આપણે એકવીસમી સદીના ૨૫ માં વરસમાં પ્રવેશી ચુક્યા છે. આપણે આઝાદ થવાને પણ ૭૮ વરસ પુરા થઈ ગયાં છે. પણ આભડછેટમાંથી બહાર આવ્યા નથી જાતિપ્રથા ઉંચનીચમાંથી બહાર આવ્યા 
ક્યાંય દલિત મહિલાઓને કુવામાંથી પીવાનું પાણી ભરવા દેવામાં આવતું નથી. ક્યાંય દલિત યુવાનને લગ્નપ્રસંગે ઘોડા પર બેસવા દેવાતા નથી. મારામારી હત્યા સુધી વાત પહોંચી જાય છે. દલિત મહિલાઓને સસ્તી અને હલકા વર્ણની ગણવામાં આવે છે 
આપણા બધા માટે શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. એ પણ આપણા કાગળ પર સલામત ગણાતા ગુજરાતના દાહોદના સંજેલી ગામની ઘટના છે. એક આદીવાસી પરણિત મહિલા એના પ્રેમીને મળવા ગઇ હતી. 

ગામવાલાઓને ખબર પડતાં મહિલાના ઘરમાંથી મહિલાને મારતા મારતા બહાર જાહેર રસ્તા પર લાવી અર્ધનગ્ન કરી ખુબ જ બેઇજ્જતી કરી. હદ તો ત્યારે થઇ કે આ આદીવાસી મહિલાને અર્ધનગ્ન કરી હરાયા ઢોરથી પણ ખરાબ હાલત કરતા બાઈક પાછલ સાંકળથી બાંધીને ધસડવામાં આવી. મહિલા બિચારી રડતી રહી. ગામલોકો જાણે કોઈ તમાશો ખેલ જોતા હોય એમ ચિચિયારી ઠઠ્ઠા મશ્કરી કરતી રહી. 

તમે વિચારો મહિલાને શારીરિક કરતા માનસિક કેટલી યાતના થઇ હશે એના આત્મા પર કેટલા ઉઝરડા પડ્યા હશે એનો આત્મા જાહેરમાં કેટલો લોહીલુહાણ થયો હશે. એ મહીલા કાલે ઘરના બહાર કેવી રીતે નિકલશે? આજુબાજુ પાડોશી મહોલ્લાવાલા સાથે આંખમાં આંખ મળાવીને કેવી રીતે વાત કરશે? લોકો એને કેવી નજરે જોશે? એને જીવતેજીવ શા માટે રોજ પળપળ મારી નાખવામાં આવી રહી છે? 

ગાંધીબાપુ આજે જીવિત હોતે તો કદાચ આ ગામમાં ઉપવાસ પર બેસી ગયાં હોત. બાપુના આત્માને એમના નિર્વાણદિવસે આ બાપુનું ગુજરાત કેવી શ્રધ્ધાંજલિ આપી રહ્યું છે?
શરમથી ડુબી મરવા જેવી વાત છે.
માત્ર દિલ્હીમાં રાજઘાટ પર માત્ર ફોટા પડાવવા ટી. વી. પર ચમકવા બાપુની સમાધી પર પુષ્પ ચડાવવાથી બાપુનો આત્મા કદી રાજી થવાનો નથી.
આપણે હજુ પણ સોળમી સદીમાં જીવી રહ્યા છે એમ નથી લાગતું? આપણે માનસિક રાતે એકવીસમી સદીમાં ક્યારેય પ્રવેશ કરશું ખરા?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો