WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણ નગરપાલિકા ઉપર ભાજપનું શાસન યથાવત ભાજપને ૨૨ બેઠકો, કોંગ્રેસને ૫ બેઠકો તથા અપક્ષને ૧ બેઠક મળી

જસદણ નગરપાલિકા ઉપર ભાજપનું શાસન યથાવત ભાજપને ૨૨ બેઠકો, કોંગ્રેસને ૫ બેઠકો તથા અપક્ષને ૧ બેઠક મળી  
જસદણ ચેમ્‍બર ઓફ કોમર્સના
 પ્રમુખ અશોકભાઈ ધાધલ ભાજપમાંથી વિજેતા
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણ નગરપાલિકાની સામાન્‍ય ચૂંટણીના મતદાન બાદ મતગણતરી યોજાતા ભાજપનું શાસન યથાવત રહ્યું છે.

જસદણ નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી જસદણના ડેપ્‍યુટી કલેકટર આર. આર. ખાંભરાના અધ્‍યક્ષ સ્‍થાને શહેરની મોડેલ સ્‍કૂલ ખાતે મતગણતરી શરૂ થતા જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં જસદણ નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન કોંગ્રેસના દિનેશભાઈ મનજીભાઈ હિરપરા, જસદણ શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ મોહનભાઈ છાયાણી, ભાજપમાંથી નૂતનબેન હરેશભાઈ ઠળિયા વિજેતા બન્‍યા છે જ્‍યારે વોર્ડ નંબર એકમાંથી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા બિનહરીફ થયા હતા. વોર્ડ નંબર બે માંથી ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે. વોર્ડ નંબર ૨ માંથી ભાજપના જલ્‍પાબેન દુર્ગેશભાઈ કુબાવત, ભાજપના કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયા, ભાજપના બીજલભાઇ પોલાભાઈ ભેસજાળીયા તથા ભાજપના વિરમભાઈ સુરાભાઈ મેવાડા વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર ત્રણમાં પણ ભાજપની આખી પેનલ વિજેતા થઈ છે. વોર્ડ નંબર ત્રણમાંથી ભાજપના ગભરૂભાઈ ઉનડભાઈ ધાધલ, જીતેન્‍દ્રભાઈ પ્રાગજીભાઈ છાયાણી, રેખાબેન પંકજભાઈ ચાવ તથા શોભનાબેન જયંતીભાઈ ઢોલરીયા વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર ચારમાં ભાજપના અસ્‍માબેન રહીમભાઈ પરમાર, રફિકભાઈ અહેમદભાઈ ગોગદા, રિદ્ધિબેન દિનેશભાઈ પરમાર તથા હિતેશભાઈ ભાસ્‍કરભાઈ થડેશ્વર વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર પાંચમાં ભાજપના રિપલબેન વિશાલભાઈ ભુવા, ભાજપના વર્ષાબેન ભાવેશભાઈ છાયાણી, ભાજપના મુકેશભાઈ ધરમશીભાઈ જાદવ, અને અપક્ષ ઉમેદવાર સુરેશભાઈ નથુભાઈ છાયાણી વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર છ માં ભાજપના માધવીબેન તેજસભાઈ વસાણી, ભાજપના પ્રવીણભાઈ વલ્લભભાઈ ભાયાણી, તથા ભાજપના અશોકભાઈ રાણીગભાઈ ધાધલ વિજેતા જાહેર થયા છે. વોર્ડ નંબર છ માં ભાજપના કુસુમબેન રાજેશભાઈ દાવડા મતદાન પૂર્વે બિન હરીફ જાહેર થયા હતા. વોર્ડ નંબર સાતમાં કોંગ્રેસના ઈકબાલભાઈ ગનીભાઈ પરમાર, કોંગ્રેસના ભાનુબેન જીવનભાઈ ઢોલરીયા, કોંગ્રેસના મંજુલાબેન નીતિનભાઈ ચોહલિયા તથા ભાજપના દિપકકુમાર જગુભાઈ ગીડા વિજેતા જાહેર થયા હતા. અત્રે એ નોંધનીય છે કે તાજેતરમાં જ જસદણ શહેર ભાજપ પ્રમુખ તરીકે વિજયભાઈ રાઠોડની વરણી થયાં બાદ તેઓ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાથે સંકલનમાં રહેતાં જસદણ નગરપાલિકા પર ભાજપનો વાવટો ફરી ફરક્યો હતો ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર ચારમાં છેલ્લા ૨૫ વર્ષથી કોંગ્રેસ વિજેતા થતું હતું. ૨૫ વર્ષમાં સૌપ્રથમ વખત વોર્ડ નંબર ચારમાં ભાજપની આખી પેનલ વિજેતા જાહેર થઈ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો