હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
છેલ્લા કેટલાય દિ' થી ચાલી રહેલા મિશ્ર હવામાન અને તાપમાનના વધઘટ વચ્ચે ઇસ્લામ ધર્મના પવિત્ર માસ રમઝાન મહીનો પૂર્ણ રીતે પસાર થયા બાદ ગઇકાલે રવિવારે સાંજે આકાશમાં ચંદ્ર દર્શન થઈ જતાં ૨૯ રોઝા પુરા થવાની સાથે આજે જસદણમાં ‘ઇદુલફિત્ર' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે.
રમઝાન માસમાં શરૂમાં હવામાન મિશ્ર રહેતા રોઝા રાખનારા લોકોને ગરમીથી રાહત રહી હતી પરંતુ પાછલા રોઝામાં તાપમાન ઉંચું જતા રોઝામાં તાપ લાગતો હોવા ઉપરાંત રાત્રીના મોડે સુધી તરાવીહની નમાઝ નામે મસ્જીદોમાં ઇબાદત કરી પુણ્યનું ભાથુ બાંધ્યા બાદ મળેલ આત્મ શુધ્ધિના અવસરરૂપ આજે ઇંદની ઉજવણીમાં મુસ્લિમ સમાજ ઓતપ્રોત થઇ ગયો હતો.
ખાસ કરીને ઇદુલફિત્રના દિવસે વિશેષતઃ આજે સવારે મુસ્લિમ સમાજે ઇદની નમાઝ પઢી હતી અને નમાઝ પુર્ણ થયા પછી એક સાથે લાખો હાથ ખુદાના દરબારમાં દુઆ માટે ઉઠયા હતા અને તે પછી શુભેચ્છાઓની આપ-લે થઈ હતી. ખાસ કરીને મુસ્લિમ સમાજના મોહંમદઅલી શાહીદભાઈ ચાવડા નામના ફ્કત નવ વર્ષના બાળકએ રમઝાન માસના 29 રોઝા પુર્ણ કરી તેમનાં સહ પરિવારએ ભારે ખુશાલી વ્યક્ત કરી હતી સામાજિક કાર્યકર રફીકભાઈ મીઠાણીએ જણાવ્યું હતું કે આજે હિન્દુ-મુસ્લિમ બિરાદરોએ અરસ-પરસ મુબારક બાદની આપ-લે કરતા કરતા ચોમેર ભાઈચારાની ભાવના દર્શાઇ હતી.