હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
રાજકોટમાં સેવા, સામાજિકકાર્યમાં મોખરાનું સ્થાન ધરાવતાં દુરૈયાબેન એસ મુસાણીનું આગામી આંતરરાષ્ટ્રીય મહીલા દિને સન્માન કરવામાં આવશે એમ સુત્રો દ્વારા જાણવા મળેલ છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મોટાભાગના ગામો શહેરોમાં અનેક લોકો સાથે જોડાય સેવા અને સામાજિક કાર્યો કર્યા છે જે થકી અનેક મહિલાઓને કોઠે ટાઢક મળી છે આટલું જ નહીં કોઈપણ સેવાકીય કામોના બ્યુગલ વગાડ્યા વગર અનેક જરૂરીયાત મંદોના પડખે ઉભા રહ્યાં છે ખાસ કરીને તેઓએ રાજકોટમાં દાઉદી વ્હોરા મહિલા ગ્રુપ બનાવી જેમાં શિક્ષણનો વ્યાપ વધે કુરિવાજો તથા રૂઢિઓમાંથી બહાર આવે.
આ ઉપરાંત મહિલાઓને જ્યાં જ્યાં અન્યાય થયો હોય ત્યાં નિઃસ્વાર્થ અવાજ ઉઠાવ્યાની સાથોસાથ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો અને સમાજમાં વૃદ્ધોનું સન્માન કરી ઘણું યોગદાન આપ્યું છે
દાઉદી વ્હોરા સમાજમાં વેવિશાળ છુટાછેડાના અગત્યના પ્રશ્નોમાં મુખ્ય ભાગ ભજવી બંને પરિવારોનો રાજીપો સાથે દુઆ મેળવવાનું કામ વર્ષોથી કરે છે ત્યારે આંતરરાષ્ટ્રીય મહીલા દિન પૂર્વે તેમણે એક યાદીમાં જણાવ્યું હતું કે હાલ મુસ્લિમ સમાજમાં પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે.
ત્યારે દરેક શ્રીમંત મુસ્લિમો માટે અઢી ટકા જકાત ફરજિયાત હોય છે અને તે દાન કાઢતાં જ હોય છે પણ નજીકમાં સંપર્ક ધરાવતાં જે લોકો ગરીબ છે તેઓને અનેક જરૂરીયાત પડતી હોય છે સજ્જ્ન લોકો હાથ પણ લંબાવી શકતાં નથી આવા લોકોની મદદ કરવા ખાસ તપપ્પરતા દાખવવા ખાસ ભાર મુક્યો હતો.