WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના ગઢડિયાના રમીલાબેન શિયાળનું રાજકોટ સિવિલમાં સારવાર દરમિયાન મોત

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના ગઢડીયા ગામે રહેતી રમીલાબેન અશોકભાઇ શિયાળ (ઉ.વ.૨૩) નામની પરિણીતાને રાતે ૧૦૮ મારફત રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. તેણીને પેરેલિસિસની અસર હોવાની શક્‍યતાએ સારવાર માટે એમઆઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં પરિવારજનને મૃત્‍યુ અંગે શંકા લાગતાં અને કદાચ બેદરકારી હોઇ શકે તેવું લાગતાં પોસ્‍ટમોર્ટમ કરાવવાની માંગણી કરતાં રાજકોટ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
રમીલાબેનના પ્રથમ પતિનું કોરોનામાં અવસાન થયું હતું. તેણીએ અશોક શિયાળ સાથે ચાર વર્ષ પહેલા બીજા લગ્ન કર્યા હતાં. આગલા ઘરના બે દિકરા છે. પતિ અશોક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. પતિ, પરિવારજોએ કહ્યું હતું કે ઇન્‍જેકશન અપાયા બાદ કદાચ તબિયત બગડી હતી જેથી અમારે પોસ્‍ટમોર્ટમ કરાવવું છે. મોતનું ચોક્કસ કારણ પોસ્‍ટમોર્ટમ બાદ બહાર આવશે. જસદણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો