ફિલ્મોના ગીતોની વાત આવે ત્યારે એક અલગારી ફકીર મસ્ત મૌલા શાયર સાહિરનું નામ તો તમને અચુક લેવું પડે.
સાહિર પોતાના સમય કરતા બે કદમ હમેશા આગળ રહેતા હતા. પોતાના વિચારો પોતાનો મત નિર્ભિક રીતે વ્યક્ત કરતા હતા.
સાહિરનો જન્મ બ્રિટિશ રાજમાં ૧૯૨૧ ની ૮ મી માર્ચે મહિલા દિવસે સાહિરનો જન્મ થયો હતો. સાહિર એમનું તખલ્લુસ હતું. એમનું મુળ નામ અબ્દુલભાઈ હતું.
સાહિર દિલ રેડીને કલમ ચલાવતા હતા પત્રકાર તરીકે પણ સેવાઓ આપી હતી. પોતાના બગાવતી ક્રાંતિકારી સ્વભાવનો પરચો સાહિર અવારનવાર આપતા હતા.
સાહિર પહેલા ગીતો ઓલ ઇન્ડિયા રેડિયો પર ગીતો રજુ થાય તો ગીતકારનું નામ બોલાતું નહોતું. સાહિરે ગીત રજુ થાય તો ગીત સાથે ગીતકારનું નામ રેડિયો પર બોલાવવું જોઈએ એવો આગ્રહ કરી ઓલ ઇન્ડિયા રેડિયો સામે લડત ચલાવી હતી. અંતે ઓલ ઇન્ડિયા રેડિયોને સાહિરની વાત માની ગીત સાથે ગીતકારનું નામ બોલવાની ફરજ પડી હતી.
આપણા બીજા મહારથી લતા સાથે સાહિરને મતભેદ થતા સાહિર લતા જેટલા પૈસા લેતા હતા તેના કરતા એક રૂપિયો વધારે માંગી પોતાની સર્વોપરિતા સાબિત કરી હતી.
સાહિરને પહેલો ફિલ્મ ફેર એવોર્ડ ૧૯૬૩: ની ફિલ્મ તાજમહેલના ગીતો માટે મળ્યો હતો. બીજો ફિલ્મ ફેર એવોર્ડ યશ ચોપરાની સુપર દુપર મલ્ટી સ્ટાર ફિલ્મ કભી કભી ના ગીતો માટે મળ્યો હતો
મે પલ દો પલ કા શાયર હું
કભી કભી મેરે દિલ મેં ખ્યાલ આતા હૈ
૧૯૭૧ માં સાહિરને પદમશ્રી થી નવાજવામાં આવ્યા હતા.
સાહિર લાહોરથી મુંબઈ આવ્યા ત્યારે ગીતકાર કિશન અને ગુલઝાર તેમના પાડોશી હતા સાહિર ના સ્ત્રી મિત્રોમાં અમૃતા પ્રીતમ સાથેનો પ્રેમ લગ્ન સુધી પહોંચી શક્યો નહી
પ્યાસામાં ગુરુદતે વિજય નામના કવિની ભુમિકા ભજવી હતી કહેવાય છે કે ગુરદતનો બગાવતી શાયરનો રોલ સાહિર પર આધારિત હતો.
ગુરુદત્ત અને નવકેતનની ફિલ્મોમાંના સાહિરના ગીતોએ ધુમ મચાવી હતી. એકથી એક સુપર દુપર યાદગાર ગીતો સાહિરે આપ્યા છે.
"" તું હિંદુ બનેગા ના મુસલમાન બનેગા"
"
તેરે પ્યાર કા આશરા ચાહતા હું "
" યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ"
મે પલ દો પલ કા શાયર હું"
" જો વાદા કિયા વો નિભાના પડેગા"
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭