હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
દામનગરમાં રહેતી આયશા મહેતર નામની બાળકીએ પુરી શ્રદ્ધા સાથે હાલ ચાલી રહેલા પવિત્ર રમઝાનમાસમાં એક દિવસ સળંગ 13 કલાક જેટલો અંદાજિત સમય ભુખી તરસી રહી અલ્લાહની ઈબાદત કરી હતી.
સામાન્ય રીતે પવિત્ર રમઝાનમાસમાં જે રોઝા રાખવામાં આવે છે તે ફ્કત મુસ્લિમ સમાજના પુખ્ત વયના સ્ત્રી પુરૂષો માટે ફરજિયાત હોય છે.
બાળકો માટે રોઝા મરજીયાત હોય છે ત્યારે આ બાળકીએ આસ્થાથી રોઝુ રાખી દેશની પ્રગતિ માટે અલ્લાહ પાસે દુઆ પણ માંગી હતી.
આ તકે તેમના દાદા કાસમભાઈ દાદી કુલસુમબેન નાના રફીકભાઈ નાની રેહાનાબેન પપ્પા તૌસિફભાઈ મમ્મી રીઝવાનાબેન સહિતના પરિવારએ આશીર્વાદ આપી અલ્લાહની રાહમાં ચાલવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
Tags:
News