WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

આપણે ક્યારે ગંભીર બની કોઈ ઘટના બનાવ વિશે વિચારીશું ?

ઉત્તરપ્રદેશના સંભલમાં સગીરા પર રેપ કેસમાં અલાહાબાદની હાઇકોર્ટની સિગ્નલ બેચના જજે પોતે ચુકાદો આપતા જણાવ્યું છે કે સગીરાના સ્તન પકડવા પાયજામાનું નાડું તોડવું એ રેપનો પ્રયાસ ના કહેવાય. આપણે બધાએ માનનીય આદરણીય જજ સાહેબને પુછવું જોઈએ કે સાહેબ તો સગીરાના સ્તન પકડવા કે પાયજામાનું નાડું તોડવું શું કહેવાય? 
સાહેબે પોતાના ચુકાદામાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે પાયજામાનું નાડું તોડવું ખોલવું નહી એનો મતલબ કોઈ પણ સગીરાના સ્તન તમે પકડી શકો છો કોઈ પણ સગીરાની મરજી વગર તમે એના પાયજામાનું નાડું જબરદસ્તી ખોલી શકો છો કોઈ ગુનો બનતો નથી. તમે કોઈ અપરાધ ગુનો કરતા નથી.

આપણા દેશમાં પોલીસતંત્ર ગુનેગાર વિરુદ્ધ એફ. આઈ. આર . નોંધી પુરાવા સબુત ભેગા કરી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરે છે. કોર્ટ તટસ્થ નિષ્પક્ષ રહી સબુત પુરાવા સાક્ષીની તપાસ ગુનો જો કોઈની નજર સામે થયો હોય તો એ વ્યક્તિની સાક્ષી વગેરે માહિતી જોઈ પોતાની રીતે કાયદાની મર્યાદામાં રહી ચુકાદાઓ આપે છે 

જજ સાહેબે આવા સંવેદનશીલ કેસમાં જે પોતાનો મત પ્રગટ કર્યો છે એ બેજવાબદાર છે. એક તો આપણા દેશમાં દર મિનિટ કોઈને કોઈ જગ્યા પર રેપની ઘટનાઓ બનતી જ રહે છે તેવામાં જજ સાહેબની આ ટીપ્પણી સમાજમાં મોટા પાયે ખોટો સંદેશ આપે છે અને રેપિસસ્ટોને પ્રોત્સાહન આપે એવી છે.

આ કેસમાં બાળકીની હાલત ગંભીર છે આરોપી બે વરસ પહેલા જ રેપ કરી સજા ભોગવી બહાર આવી ફરી રેપ કર્યો છે. બોલો છે કોઈને કાયદા કાનુનનો ડર?

એક નાની માસુમ દીકરી પર રેપ કરી શકાય છે તેમ છતાં તેને રેપ ગણી શકાય નહી . બોલો આવા સાહેબો હોય તો પછી કંઇ ઘટે ખરું? 

રેપ કેસના આરોપીઓમાં ખાસ નજીકના પરિવારના મિત્રો સબંધીઓ સામેલ હોય છે એ વધુ ચિંતાજનક વાત છે . યુવતીઓ મહિલાઓનું જાતીય શોષણ ડગલે ને પગલે થઈ રહ્યું છે 

હજુ કાલે જ કર્ણાટકના એક મંત્રીએ ધડાકો કરતા કહ્યું કે કર્ણાટકના ૪૮ થી વધુ ધારાસભ્યોની સેક્સ સીડી અસ્તિત્વમાં છે આમાં બધા જ પક્ષોના માનનીય આપણા મતથી ચૂંટાયેલા આપણા લોકસેવક ધારાસભ્યો સામેલ છે .

જજ આપણે ત્યાં ભગવાનની જેમ પુજાય છે. જજના પદની ગરિમા આદર મરતબાને ઠેસ પહોંચી છે.

આ અગાઉ ગુજરાત કર્ણાટક સહિત રાજ્યોના માનનીય ધારાસભ્યો આપના પ્રજાના કરવેરાના લાખો રૂપિયાના ખર્ચે ચાલતા વિધાનસભા ગૃહની ચાલુ કાર્યવાહી દરમિયાન મોબાઈલમાં બ્લુ ફિલ્મ પોન ફિલ્મ જોતા પકડાયા જ હતા.

કર્ણાટકની યેદુરુપપા સરકારના એક મંત્રીની તો સજાતીય સબંધ માણતા પકડાયા હતા.

આપણા ભૂતપુર્વ વડાપ્રધાન દેવગોડાના પુત્ર રેવનના પુત્ર પ્રજવલની ગઈ લોકસભા ચૂંટણીમાં એક બે નહી ૩ હજાર કરતા વધુ સેક્સ સીડી ફરતા આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો .

સૌથી મોટી કમનસીની વાત તો એ છે કે આવા લંપટ રેપિસ્ટ નેતાઓને કશું થતું નથી. પાર્ટી પણ તેમને સાઇડ લાઇન કરતી નથી અને આપણી પ્રજાની તો વાત જ કરવા જેવી નથી. ફરી ફરી આવા લંપટોને જ પોતાના નેતા બનાવે છે 

બોલો હવે રેપ છેડતી કેવી રીતે ઓછા થાય? તમારી પાસે કોઈ ઉકેલ છે ખરો?
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા 
સુરત 
૯૩૭૬૯ ૮૧૪૨૭

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો