વડાપ્રધાનની સભામાં શિક્ષકોને ભીડ ભેગી કરવાની જવાબદારી સોંપાઈ છે. શિક્ષકો પાસે વસ્તી ગણતરી પોલિયો જેવા અનેક કામો કરાવાય છે. હવે શિક્ષકોએ સભામાં શેરી મહોલ્લામાંથી બસમાં ગણીને બેસાડવાના છે સભા પતે એટલે પાછા સભા સ્થળેથી બરાબર ગણીને બસમાં બેસાડીને પાછા એ લોકોની શેરી મોહલ્લામા પાછા રિટર્ન મુકવાના છે. આ વચમાં કોઈ એકાદ માણસ આમ તેમ થાય તો શિક્ષક શું જવાબ આપે?
સરકાર ભણાવવા માટે શિક્ષકો નહી વિધા સહાયકોની ભરતી કરે છે.૧૧ મહિનામાં છૂટા ના પી એફ આપવું પડે ના હક રજા ના ભથ્થું ના બીજા લાભો આપવા પડે આમાં શિક્ષણ કેળવણી ઘડતર ચણતર તો વચ્ચે ક્યાંય આવતું નથી.
શિક્ષકની એક જમાનામાં ધાક હતી. કદાચ બચપણમાં આપણે માતાપિતા કરતા શિક્ષકથી વધારે ડરતા હતા. આજે શિક્ષક શિક્ષણ બન્ને ખાડે જઈ રહ્યા છે પણ કોઈને કોઈ ફરક પડતો નથી . નૈતિક મુલ્યોનું સતત ધોવાણ થઈ રહ્યું છે.
શિક્ષકની ચાલમાં એક રુવાબ એક વટ હતો. એક આભા હતી. શિક્ષકના ચહેરા પર એક તેજ એક ઓજસ હતું. શિક્ષક નિર્મળ અને શાંત પવિત્ર હતા. એક આંખમાં વિદ્યાથીઓ માટે દયા કરુણા બીજી આંખમાં કડપ શિસ્ત ડોકાતી હતી. આજના કેટલા શિક્ષકો આવા પ્રતિભાશાળી છે?
શિક્ષકને ભગવાન માનવામાં આવતા હતા. જો એક શેરીમાં શિક્ષક દુરથી સામે આવતા દેખાતા તો વિધાથી ગલી બદલી ભાગી જતો યા ક્યાંક નજદીકમાં સંતાઈ જતો .
શિક્ષક અભ્યાસમાં નબળા વિદ્યાથીઓ પર વિશેષ ધ્યાન આપતા હતા. જો વિધાર્થીના અક્ષર ખરાબ હોય તો વારંવાર ટોકી અક્ષરો સારા કઢાવતા. કોઈ ગરીબ વિધાથી પાસે ફી ભરવાના પૈસા ના હોય તો પોતે ભરી દેતા યા પોતાના કોઈ ઓળખીતાને વિદ્યાથીઓને મદદ કરવાનું કહેતા. નોટબુક પાઠ્યપુસ્તકો પણ અપાવતા હતા .
તે વખતની શાળાઓ હાઈફાઈ નહોતી પણ શિક્ષકો એકદમ ટનાટન હોશિયાર કાબેલ દૂરંદેશી અને દક્ષ સજાગ હતા. આજે શાળાઓ હાઈફાઈ બની ગઈ છે પણ શિક્ષકો?
તે વખતે યુનિફોર્મ ફાટેલા ખિસ્સાવાલો સફેદ શર્ટ અને ખાખી મેલી ચડ્ડી હતી પણ શિક્ષક અને શિક્ષકો એ વન હતા . પગમાં બુટની તો તે વખતે કલ્પના પણ કોઈ નહોતું કરતું. રબરની સ્લીપર હતી. આજે યુનિફોર્મ અસ્ત્રી ટાઇટ ને શિક્ષણ બિચારું ચીંથરેહાલ છે .
પગમાં બુટ મોજા આવી ગયા પણ વિધાથીએ ક્યાં રસ્તા પર ચાલવું એ માર્ગદર્શન કરનાર કોઈ જ નથી . શિક્ષણ અને વિદ્યાથીઓ બન્ને રસ્તો ભુલી ગયા છે .
શિક્ષક સમાજના સૌથી સન્માનીય સૌથી વધારે આદર માનલાયક ફરિશ્તા છે પણ અફસોસ આજે શિક્ષકોનું ચારેબાજુથી શોષણ થઈ રહ્યું છે.
એક શિક્ષક હજારો ડોક્ટર હજારો વકીલો હજારો એન્જીયરો સર્જી શકે છે પણ આ બધા મળીને પણ એક શિક્ષકનો એક અંશ પણ બનાવી શકતા નથી. આજ શિક્ષકની મહાનતા છે . દિલેરી છે. નમ્રતા છે.
શિક્ષકથી મહાન કોઈ હતું નહી છે નહી અને આવશે પણ નહી.
મેરા શિક્ષક મહાન
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
૯૩૭૬૯ ૮૧૪૨૭