હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના ચિત્તલીયાકુવા રોડ પર આવેલ હીરપરા પરિવારના વિખ્યાત ખોડિયાર મંદિરમાં આગામી તા.4 એપ્રિલ 2025ને શુક્રવારના રોજ મૂર્તિ પ્રતિષ્ઠા નિમીતે 27મો પાટોત્સવ યોજવામાં આવશે જેમાં ગુજરાતભરમાં વસતા હીરપરા પરિવારના ભાઈ બહેન ભાવિકો પધારવાના હોય તે અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આ અંગે ખોડિયાર યુવક મંડળના સભ્યો કામે લાગી ગયા છે પાટોત્સવ પૂર્વે ગુરુવારે સાંજે 5 કલાકે દાતાઓનો સન્માન સમારોહ પ્રસાદ ત્યારબાદ બહેનો રાસ ગરબા રમી માતાજીની સ્તુતિ કરશે શુક્રવારે સવારે 7કલાકથી ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ સાંજ સુધી ચાલશે જેમાં મુખ્ય યજમાન તરીકે જયદર્શન ડાયાભાઈ હીરપરા રેહશે આ અંગે કોઈ પ્રસંગોપાત જાણકારી અંગે ધનજીભાઈ મો.7600013094 વલ્લભભાઈ મો.9824815275 ઉપર સંપર્ક સાધવાથી યોગ્ય માર્ગદર્શન મળી શકશે એમ હરિભાઈ હીરપરાની એક યાદીમાં જણાવાયું છે.